________________
૩૩૪
કાયોત્સર્ગના તેર આગારો ‘તસઉત્તરીકરણેણં' સૂત્રમાં દર્શાવેલ છે. રોહિણેય મુનિ કાયોત્સર્ગના આગણીસ દોષનો ત્યાગ કરી શુદ્ધ ભાવપૂર્વક, મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કાઉસગ્ગ કરતા હતા. તેઓ સાધુના છત્રીસ ગુણોથી યુક્ત હતાં. સાધુ (આચાર્યના છત્રીસગુણો:
શ્રી જૈનતત્વ પ્રકાશમાં આચાર્ય (સાધુ) ના છત્રીસ ગુણો દર્શાવેલ છે. पंचिदिय संवरणो तह नवविह बंभचेर गुत्तिधरो । चउविह कसायमुक्को अठ्ठारसगुणेहिं संजुत्तो।। पंचमहाव्वयं बुत्तो पंचविहायार पालण समत्थो।।
पंचसमिइ तिगुत्तो, इह छत्तीसगुणेहिं गुरुमज्झं ।। અર્થ: પાંચ ઇન્દ્રિયોનું નિયંત્રણ, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન, ચાર કષાયનો ત્યાગ, પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ; એમ છત્રીસ ગુણોથી યુક્ત આચાર્ય ભગવંત હોય છે.
કવિ પદ્મવિજયજીએ નવપદ પૂજામાં આચાર્યના છત્રીસ ગુણો બતાવ્યા છે, તેમાંની એક છત્રીસી, પંચિદિય સૂત્રમાં છે. રોહિણેય મુનિ સાધુના ગુણોથી શોભતા સિદ્ધપદનું ધ્યાન ધરતા હતા. ધ્યાનઃ (શ્રી સ્થાનાંગ સૂત્ર ૪/૧, શ્રી ભગવતી સૂત્ર-૨૫/૧/૧૧)
ચિત્તને એકજ વિષય પર કેન્દ્રિત કરી એકાગ્ર થવું તેને ‘ધ્યાન' કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજી ધ્યાનના ચાર પ્રકારો દર્શાવતાં કહે છે:
अट्टं रुदं धम्म सुक्कं झाणाइ, तत्थअंताई।
નિવ્યાણસાહપIIŞમવરણમટ્ટાફૅTISTI(ધ્યાનશતક-પૃ.૧૩) અર્થ: આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એમ ચાર પ્રકારના ધ્યાન છે, એમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન (નિર્વાણ) સુખનાં સાધન છે તેથી ઉપાદેય છે, જયારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ. અપ્રશસ્ત હોવાથી (ભાવ) સંસારનું કારણ હોવાથી ત્યાજય છે. ધ્યાન એ આત્યંતર તપ છે. તે ધર્મનું મૂળ છે. ધર્મધ્યાન પરંપરાએ મોક્ષનું કારણ છે અને શુકલધ્યાન સાક્ષાત્ મોક્ષનું કારણ છે. (૧) આર્તધ્યાન આર્ત = પીડા. ચિંતા, શોક, દુઃખ; તેવું ધ્યાન આર્તધ્યાન છે. કોઇ પણ પ્રકારનાં દુઃખ, શોક, ચિંતામાં એકાગ્રતા થવી તે આર્તધ્યાન છે આર્તધ્યાનમાં સુખાકાંક્ષા અને કામાશંસા હોય છે. આર્તધ્યાનના નિમિત્ત ભેદથી ચાર પ્રકાર છે. ૧) અનિષ્ટ સંયોગઃ અમનોજ્ઞ વસ્તુ કે વ્યકિતનો સંયોગ થયા પછી તેને દૂર કરવાની ચિંતવના. ૨)ઇષ્ટવિયોગઃ પ્રિય વસ્તુનો સંયોગ થયા પછી તેનો વિયોગ ન થાય તેવું વારંવાર ચિંતવવું. ૩) વેદના, આતંક, રોગ રોગ(આતંક) થતાં તેને દૂર કરવા વારંવાર ચિંતન કરવું. ૪) ઈચ્છિત કામભોગની પ્રાપ્તિઃ ઈચ્છિત કામભોગનો સંયોગ થાય તો તેનો વિયોગ ન થાય એવું મનમાં વારંવાર ચિંતવવું. આર્તધ્યાનનાં ચાર લક્ષણોઃ
પીડામાં ઘેરાયેલી વ્યકિત પોતાના મનોભાવો ચાર પ્રકારે પ્રગટ કરે છે. દર્દનથી ઉચ્ચ સ્વરે બોલતાં બોલતાં રડવું. શોચનથી દીનતાપ્રગટ કરી શોક કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org