________________
૩૩૩
કાઉસગ્નના ૧૯દોષો: (૧. શ્રી પ્રવચન સારોદ્ધાર ભાગ-૧, ગા. ૨૪૧/૨૪૮, પૃ. ૧૧૨ થી ૧૧૫)
કાય= શરીર; ઉત્સર્ગ ત્યાગ. કાયાનો ત્યાગને કાયોત્સર્ગ' છે. તેના બે પ્રકાર છે. (૧) ચેષ્ઠાપૂર્વક: ગમનાગમન, ભિક્ષાચર્ય વગેરે ક્રિયા કર્યા પછી ઇરિયાવહિયાનો કાયોત્સર્ગ કરવામાં આવે છે તે ચેષ્ટા કાઉસગ્ગ છે. (૨) અભિભાવપૂર્વક દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગોને જીતવા જે કાર્યોત્સર્ગ થાય તે અભિભવ કાઉસગ્ગ છે.
દોષ રહિત કાયોત્સર્ગથી કર્મ નિર્જરા થાય છે. કાયોત્સર્ગના ૧૯ દોષ હેયરૂપ છે. તે નીચે પ્રમાણે છે. ૧. ઘોટક દોષ ઃ ઘોડાની જેમ એક પગ સંકોચીને કાઉસગ્ન કરે તે. ૨. લતા દોષ ': જોરદાર પવનથી જેમ વેલડી કંપે તેમ કાઉસગ્ન કરે તે. ૩. સ્તંભ - કુડય દોષ : થાંભલો અથવા ભીંતનો દેકો લઇ કાઉસગ્ન કરે તે. ૪. માલ-માળ દોષ : છતના ભાગે માથાનો ટેકો લઇ કાઉસગ્ગ કરે છે, ૫. શબરી દોષ * : ભીલડી નિર્વસ્ત્ર હોવાથી પોતાના ગુપ્ત ભાગોને જેમ બે હાથથી ઢાંકે, તેમ બે હાથથી ગુહ્ય ભાગોને ઢાંકી કાઉસગ્ન કરે તે કાઉસગ્ન કરે તે. ૬. વધૂ દોષ : કુલવધૂની જેમ માથું નીચું રાખીને ઉભો રહી કાઉસગ્ન કરે તે. 6. નિગડ દોષ ઃ બેડી પહેરાવેલ હોય તેમ પત્ર સંકોચીને અથવા પહોળા રાખીને કાઉસગ્ગા કરે તે. ૮. લંબોત્તર દોષ : નાભિથી ઉપર તથા જાનથી નીચે સુધીનો અવિધિપૂર્વક ચોલચટ્ટો પહેરીને કાઉસગ્ગ કરે તે. ૯. સ્તન દોષ : મચ્છરથી રક્ષણ મેળવવા સ્તનને ચોલપટ્ટાથી ઢાંકીને કાઉસગ્ન કરે તે. ૧૦. ઉર્બિકા દોષ : પગની પાછળની પાની ભેગી કરી પગનો આગળનો ભાગ પહોળો કરી
ઉભો રહી કાઉસગ્ન કરે તે. ૧૧. સંયતિ દોષ : કપડા કે ચોલપટ્ટાથી શરીરને ઢાંકી સાધ્વીજીની જેમ કાઉસગ્ગ કરે તે. ૧૨. ખલિન દોષ : લગામની જેમ રજોહરણ આગળ રાખી કાઉસગ્ગ કરે તે. ૧૩. વાચસ દોષ : કાગડાની જેમ આંખના ડોળા ચારે બાજુ ફેરવતાં કાઉસગ્ન કરે તે. ૧૪. કપિત્થ દોષ : ભ્રમરોના ભયથી કોઠાની જેમ ગોળમટોળ બની જાંધને સંકોચી ઉભો.
રહી કાઉસગ્ન કરે તે. ૧૫. શીર્ષોલ્ડંપિત દોષ ઃ ભૂતની જેમ માથું ધૂણાવતો કાઉસગ્ન કરે તે. ૧૬. મૂકદોષ
: કાઉસગ્નમાં ઉભેલા વ્યકિતની બાજુમાં કોઇ લીલોત્તરી કાપતો હોય તો
તેને અટકાવવા અવ્યકત અવાજ કરે, તેમ કાઉસગ્ન કરે તે.
: આંખની ભ્રમર નચાવતા કાઉસગ્ગ કરે તે. ૧૮. વારુણી દોષ : દારૂ બનાવતી વખતે બુડ બુડ અવાજ આવે તેમ અવ્યકત અવાજ કરતો.
કાઉસગ્ગ કરે તે. ૧૯. પ્રેક્ષાદોષ : નવકાર વગેરેનો કાઉસગ્ગ કરતાં વાનરની જેમ હોઠ ફફડાવતા.
કાઉસગ્ગ કરે તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org