________________
૩૨૧
મુસાફર ભાવનાની નાવ દ્વારા મોક્ષયાત્રાની મુસાફરી નિર્વિઘ્નતાથી પાર પાડે છે. ભાવના કષાયોને ઉપશાંત કરવાનું અમોધ સાધન છે. કષાયઃ
કમ્ + આય = જેનાથી જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય છે. મિથ્યાત્વરૂપી તળેટીથી અંતિમ શિખર (મોક્ષ)ની વચ્ચે અનેક પડાવ આવે છે. આ પડાવ એ જ ગુણસ્થાનક છે. ગુણસ્થાનકમાં મોહનીય કર્મની ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની પ્રધાનતા છે. આત્મા જેમ જેમ મોહનીય કર્મની પ્રકૃત્તિનો ક્ષય કરે અથવા શાંત કરે તેમ તેમ તેની પ્રગતિ થાય છે પણ આ પ્રવાસ સાપ-સીડીની રમત જેવો છે. જો ક્યાંક ભૂલ થાય તો છેલ્લે (નીચે) આવે અને ફરી સફર પ્રારંભ થાય છે.
આઠ કર્મમાં મોહનીય કર્મ રાજા છે. તેમાં ચારિત્રમોહનીય કર્મના મુખ્ય ચાર પ્રકાર છે. ક્રોધ, મન, માયા અને લોભ. આ ચારે કષાયની તીવ્રતા અને રસ અનુસાર તેના ચાર ચાર પ્રકાર છે.
(૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાનાવરણીય (૩) પ્રત્યાખ્યાનાવરણીય (૪) સંજવલના (૧) અનંતાનુબંધી કષાય : જે કષાય અનંતકાળ સુધી જીવને સંસારમાં જકડી રાખે છે, તેમજ આત્માના સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે છે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. તેની સ્થિતિ અને રસ તીવ્રતમ હોય છે. (૨) અપ્રત્યાખ્યાનાવરણીય કષાય : જે કષાય જીવને આંશિક પણ વ્રત-પ્રત્યાખ્યાન-દેશવિરતિ ધર્મના સ્વીકારમાં બાધમ્બને તે અપ્રત્યાખ્યાની કષાય છે. તેની સ્થિતિ અને રસ તીવ્રત્તર હોય છે. (૩) પ્રત્યાખ્યાનાવરણીય કષાય : જે કષાય જીવને સર્વવિરતિ ચારિત્ર ધર્મના સ્વીકારમાં બાધક બને તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. તેની સ્થિતિ અને રસ તીવ્ર હોય છે (૪) સંજવલન કષાય ઃ જે કષાય જીવને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિમાં અર્થાત્ વીતરાગ દશાની પ્રાપ્તિમાં અંતરાયભૂત બને તે સંજવલન કષાય છે. તેની સ્થિતિ તથા રસ મંદ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન-૪, ઉ.૨, સૂ. ૫રમાં આ ચારે કષાય તથા તેના ચાર-ચાર ભેદના સ્વરૂપને દષ્ટાંત દ્વારા સમજાવ્યા છે.
કષાય | અનંતાનુબંધી | અપ્રત્યાખ્યાના વરણીય | પ્રત્યાખ્યાનાવરણીય | સંજવલન સમય મર્યાદા જીવન પર્યંત
૧ વર્ષ ૪ માસ
૧૫ દિવસ ગતિબંધ | નરક ગતિનો બંધ તિર્યંચગતિનો બંધ | મનુષ્ય ગતિનો બંધ | દેવગતિનો બંધ ગુણઘાત સિમ્યકત્વ ગુણનાશક| દેશવિરતિ ગુણરોધક | સર્વવિરતિ ગુણરોધકવીતરાગતા ગુણનાશક ક્રોધને ઉપમા પર્વતની તિરાડ સૂકી નદીમાં પડેલી તિરાડ! રેતીમાં પડેલી તિરાડ | પાણીમાં ખેંચેલી લીટી માનને ઉપમા| પત્થરનો સ્તંભ અસ્થિ સ્તંભ લાકડાનો સ્તંભ નેતરનો સ્તભા માયાને | વાંસના મૂળિયા ઘેટાનાં શીંગડા ગોમૂત્રિકા સમાન વાંસની કોઇ લોભને | કિરમજીના રંગ ગાડાના ઉંજન કાજળનો રંગ | હળદરનો રંગ
ચારે કષાયોમાં તરતમતા છે, તેને દષ્ટાંત દ્વારા જાણીએ.
સૂર્યની ગરમીથી તપેલા ચાર પિંડ હોય. એક લોહપિંડ, એક પથ્થરનો ગોળો, એક કાષ્ટનો ગોળો અને એક માટીનો ગોળો. આ ચારમાંથી માટીનો ગોળો સૌથી પહેલો ઠંડો થઇ જશે. ત્યારપછી કાષ્ઠનો, પછી પથ્થરનો અને છેવટે લોહપિંડ ઠરશે. ઉપરોકત ચારે કષાયો પણ તે જ સ્વભાવે છે.
અનંતાનુબંધી કષાય લોહપિંડ જેવો છે, તેમાંથી ઉષ્ણતા ઘણો સમય ગયા પછી પણ જતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org