________________
૩૧૦
(૪)માઈવઃ (મૃદુતા-નમ્રતા) માનનો નિગ્રહ, જાતિ, રૂપ, કુલ, જ્ઞાન, તપ, બળ, ઐશ્વર્ય અને લાભની પ્રાપ્તિ થવા પર ગર્વિત ન બને. (૫) લાઘવ (લઘુતા) સચિત્ત, અચિત્ત પરિગ્રહોથી વિરકત, દ્રવ્ય-ભાવથી હળવા બનવું. (૬) સત્ય : હિત, મિત અને પ્રિય વચન બોલવું. (0) સંયમઃ મન, વચન, કાયાના યોગોનું નિયમન કરવું. (૮) તપ : બાહ્ય-અત્યંતર તપશ્ચર્યા કરવી, ઈચ્છાઓનો વિરોધ કરવો. (૯) ત્યાગ અંતરંગ અને બહિરંગદરેક પ્રકારના સંગનો ત્યાગ કરવો. (૧૦) બ્રહ્મચર્ય (પવિત્રતા) કામભોગવિરકતતા અને આત્મરમણતા.
દશ પ્રકારના યતિધર્મથી કર્મનું આગમન રોકાય છે તેથી આત્મવિકાસમાં ઝડપી પ્રગતિ થાય છે. મનુસ્મૃતિમાં પણ ધર્મનાં દસ લક્ષણમનુએ કહ્યાં છે.
द्यतिक्षमादमाऽस्तेयशौचमिन्द्रियनिग्रहः।
ધીર્વિદ્યા સત્યમોથો,શવંઘર્મનક્ષll(૬/૨રૂમનુસ્મૃતિ) અર્થ : ધીરજ (યુતિ), ક્ષમા, દયા, અસ્તેય (અચૌર્ય), શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય, અક્રોધ અને નમ્રતા એ દશ ધર્મનાં લક્ષણ છે. સત્તરપ્રકારનો સંયમ (શ્રી સમવાયાંગ સૂક, ૧૦/૧.)
(૧)હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) મૈથુન (૫) પરિગ્રહ એ પાંચ આસવથી નિવર્લે (૬) શ્રોત (6) ચક્ષુ (૮) ધ્રાણ (૯) રસના (જીભ) (૧૦) સ્પર્શેન્દ્રિય (ચામડી) એ પાંચે ઈંદ્રિયો વશ કરે. (૧૧) ક્રોધ (૧૨) માન (૧૩) માયા (કપટ) (૧૪) લોભ એ ચાર કષાયથી છૂટે (૧૫) મનથી બુરું ન ચિંતવે (૧૬) વચનથી અસત્ય ના બોલે (૧૦) કાયાથી અયત્નાપૂર્વકન પ્રવર્તે.
શ્રી સમવાયંગસૂત્રના ૧૦મા સમવાયાંગમાં બીજી રીતે ૧૦ પ્રકારનો સંયમ દર્શાવે છે.
(૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય (૬) બેઈન્દ્રિય (0) તેઈન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય (૧૦) અજીવ કાયનો સંયમ (૧૧) પેહાસંયમ (૧૨) ઉપેહા સંયમ (૧૩) . પ્રમાર્જના સંયમ (૧૪) પરિઠાવણીઆ સંયમ (૧૫) મન સંયમ (૧૬) વચન સંયમ (૧૦) કાયા સંચમ.
* * જેમ કાચબો પોતાના અંગોને શરીરમાં ગોઠવી દે છે છે, તેમ બુદ્ધિમાન સાધક આધ્યાત્મિક ભાવના દ્વારા આત્માને અંતર્મુખ બનાવી અસંયમથી બને છે. વીસ અસમાધિનાં સ્થાન:
શ્રી સમવાયાંગ સૂત્રનાં વીસમા સમવાય અને શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રની પહેલી દિશામાં વીસા - અસમાધિસ્થાન બતાવ્યાં છે.
૧) દવદવ અથવા ધપ ધપ કરતાં જલદી જલદી ચાલવું. ૨) અપ્રમાર્જિત ચારી = પ્રકાશરહિત સ્થાનમાં પ્રમાર્જન કર્યા વિના ચાલવું ૩) દુષ્પમાર્જિત ચારી = જેમ તેમ અવિધિથી પ્રમાર્જન કરી લેવું. ૪) વધારે પડતાં પથારી - આસન રાખવાં ૫) વડીલ-રત્નાધિક સાધુનો પરાભવ કરવો. ૬) સ્થવિર સાધુઓનું દોષારોપણ કરી અપમાન કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org