________________
૩૧૬
ગુપ્તિઃ
આત્મ સ્વરૂપમાં રમણતા કરવા માટે યોગનો સમ્યક્ પ્રકારે નિગ્રહ કરવો તે ગુપ્તિ છે. અર્થાત્ અશુભમાં પ્રવૃત્ત થતાં યોગોને અટકાવીને શુભમાં પ્રવૃત્ત કરવા અને તેનાથી આગળ વધી શુદ્ધ આત્મભાવોના લક્ષે પ્રવર્તાવવા તે ગુપ્તિ છે. ગુપ્તિના ત્રણ પ્રકાર છે.
(૧) મનગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩)કાયગુપ્તિ. (૧) મનગુપ્તિ મનના શુભાશુભ વિચારોને રોકવા, સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ માટે અભ્યાસ કરવો.
પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનગુપ્તિ દ્વારા શિવપદ મેળવ્યું. (૨) વચનગુપ્તિઃ વચન બોલવાના પ્રસંગે નિયંત્રણ રાખવું, નિરવધ વચનો બોલવાં, સાવદ્ય (પાપકારી)કારી ભાષાનો ત્યાગ કરી મૌન ધારણ કરવું તે વચન ગુપ્તિ છે.
મેતાર્યમુનિ કૌંચ પક્ષીને બચાવવા મૌન રહ્યા. (૩) કાયગુપ્તિઃ કાયાની અયત્નાપૂર્વકની પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવું તેમજ સર્વથા કાયિક પ્રવૃત્તિનો નિરોધ કરવાનો અભ્યાસ કરવો તે કાયગુપ્તિ છે.
ચૌદમા ગુણસ્થાનકે રહેલો સાધક અયોગી બનવા ત્રણે યોગનું રંધન કરે છે.. મન, વચન અને કાયનો નિગ્રહ કરી યોગોનું સમ્યગમાર્ગપ્રવર્તન કરવું એ ત્રણ ગુપ્તિનો સાર છે.
સંક્ષેપમાં, સમિતિ એ ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ છે અને ગુપ્તિએ ઉપયોગપૂર્વકની નિવૃત્તિ છે. અષ્ટપ્રવચન માતાના પાલનથી થતાલાભઃ
(૧) અષ્ટપ્રવચન માતાના આરાધનાથી જીવાત્મા અનુકંપાશીલ-મહાદયાળુ બને છે. (૨) શુભ : ભાવોનું પોષણ થાય છે. (૩) પુણ્ય ઉપાર્જન થાય છે. (૪) વિપુલ કર્મ નિર્જરા થાય છે. (૫) આત્મ નિયંત્રણ કરવાનું સામર્થ્યપ્રગટે છે.
જેમ માતાના ત્યાગથી બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટપ્રવચન માતાના ત્યાગથી ચારિત્રરૂપી બાળકના પ્રાણ હણાય છે. અષ્ટપ્રવચન માતા ધર્મરૂપી બાળકનું પાલન પોષણ અને સંવર્ધન કરે છે. ફક્ત અષ્ટપ્રવચન માતાના સભ્યપાલનમાં નિષ્ણાંત બનેલામાષતુષમુનિ સર્વજ્ઞ બન્યા!
અષ્ટપ્રવચનમાતા અણગારધર્મમાં શ્રમણોને સદા હોય જ્યારે શ્રાવકોને સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવ્રત ઇત્યાદિ સમયે હોય છે. દશયતિ ધર્મ (શ્રી સમવાયાંગ સૂઝ, સમવાય-૧૦, સૂત્ર-૧)
સવિદે સમગધને તંગઠ-૧ અંતી, રમુજી, રૂ 3ષ્ણવે, જમવે, ૧ નાથવે, દસ, ૭ સંગમે, ૮ત, વિયાણ, ૧૦ નંમરવાસે. અર્થ: શ્રમણ ધર્મ દશ પ્રકારના છે. (૧) ક્ષમા (૨) નિર્લોભતા (3) સરળતા (૪) નમ્રતા (૫) લઘુતા (૬)સત્યા (૦) સંયમ (૮) તપ (૯) ત્યાગ(૧૦) બ્રહ્મચર્યવાસ. (૧) ખેતી ક્ષમા, ક્રોધનો નિગ્રહ કરવો. ક્રોધના નિમિત્તો ઉપસ્થિત થતાં હદય શાંત કરે, તિતિક્ષા કરે, ક્રોધને વિવેક અને વિનયથી નિષ્ફળ કરી દે તેનું નામ ક્ષમા છે. (૨) મુત્તી નિર્લોભતા, આસક્તિનો ત્યાગ, લોભનો ત્યાગ. (૩) આર્જવ : કુટિલતાનો નિગ્રહ, મન-વચન-કાયાની સરળતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org