________________
૨૮૮
આત્માદ્રવ્ય હું વિશુદ્ધ જ્ઞાનગુણ મુજનો પણ શુદ્ધ;
હું નહિ અન્ય નહિ હું, મોહને હણું આ શસ્ત્રથી હું.
શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખીને અટકાવનારું મોહનીય કર્મ છે. મોહની ગ્રંથિઓને તોડવાનું કાર્ય જિનવાણીરૂપી એરણ વડે થાય છે.
અહંથી અહમ અને નિગોદથી સિદ્ધપદ સુધીની યાત્રા કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યમાં જ થઈ શકે છે. અન્ય ગતિઓમાં મોક્ષ પુરુષાર્થ શક્ય નથી. કર્મભૂમિના ભરત ક્ષેત્રમાં આવ્યા પછી મોક્ષનું પાથેય લીધા વિના જઈશું તો મૂર્ખશિરોમણિ ઠરશું.
યોગીરાજ‘આનંદઘનજી' ગાય છે તેમ ગાઈએ.
“અંશ સુનો બાતાં, યે હી મિલે તો મેરો ફેરો ટળે. નિરંજન નાથ મોહે કેસે મિલેંગે..” શ્રી ચિદાનંદજીની ગેચ રચના કહે છેઃ
“વાર અનંતી ચૂકયો ચેતન, ઈણ અવસરમત ચૂક.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org