________________
૨૦૯
પંડિત મરણના બે પ્રકાર છે. (૧) પાદપોપગમન અનશન (૨) ભક્તપ્રત્યાખ્યાન અનશન.
જીવન પર્યંત ચારે આહારનો ત્યાગ કરી વૃક્ષ પાદપની પડી ગયેલી શાખાની જેમ સંપૂર્ણરૂપે નિશ્ચેષ્ટ રહિત બની, મૃત્યુપર્યત આત્મભાવમાં લીન રહેવું, તે પાદપોપગમન અનશન છે. તેમાં શરીર, સંસ્કાર, સેવા, શુશ્રુષા આદિ કોઇપ્રતિકર્મ નથી.
જીવન પર્યત ત્રણ અથવા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને આત્મભાવમાં રહેવું તે ભકતપ્રત્યાખ્યાન અનશન છે. તેમાં શારીરિક હલનચલન, આવશ્યકતા અનુસાર સેવા-સુશ્રુષા આદિની છૂટ હોય છે તેથી તેને સપ્રતિકર્મ કહે છે.
પંડિતમરણમાં ઇંગિત મરણનો પણ ઉલ્લેખ છે પરંતુ તેનો સમાવેશ ભક્તપ્રત્યાખ્યાનમાં થઇ જાય છે.
જૈન પરંપરામાં પ્રતિદિન સૂતી વખતે સાગારી સંથારો (સંથારાપોરસી) કરવાનું વિધાન છે. પંડિત મરણને સમધિમરણ પણ કહેવાય છે. સંથારો કરતાં પહેલાં સંલેખના કરવી જોઇએ. સંલેખના એ સંથારાની પૂર્વ ભૂમિકા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મમાં ચિરકાળ સુધી નિરતિચાર પ્રવૃત્તિ કરનાર સાધક પણ જો મરણ સમયે ધર્મની વિરાધના કરી બેસે તો અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે.
આચાર્ય સમન્તભદ્રએ રત્નકરંડક શ્રાવકાચાર'માં પ્રથમ સંલેખનાનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારપછી સમાધિમરણ વિશે કહ્યું છે. સંલેખના
જે ક્રિયા દ્વારા શરીર અને કષાય દુર્બળ બને તેને સંલેખના કહેવાય. તેના બે પ્રકાર છે. ૧) દ્રવ્ય સંલેખના ૨) ભાવ સંલેખના. ૧) દ્રવ્ય સંલેખના શરીરને કૃશ કરવું તેદ્રવ્ય સંલેખના છે. ૨)ભાવ સંલેખના કષાયને કૃશ કરવાં તે ભાવ સંલેખના છે. જૈિનદષ્ટિએ કાય અને કષાય કર્મબંધનનાં મૂળ કારણ છે, તેને કૂશ કરવાંતે સંલેખના છે. સંલેખનાનો અધિકારીઃ
(૧) સંયમના ત્યાગ કર્યા વિના કોઇ અસાધ્ય રોગનો ઉપચાર થાય તેમ ન હોય તેવી સ્થિતિમાં સંલેખના થાય છે. (૨) વૃદ્ધાવસ્થામાં (૩) દેવ, માનવ કે તિર્યચકૃત ઉપસર્ગમાં (૪) ચારિત્રનો ક્ષય થાય તેવા સંયોગોમાં (૫) ભયંકર દુકાળમાં (૬) ભયંકર અટવીમાં પથભ્રષ્ટ થતાં (૭) શરીર શકિત ક્ષીણ થતાં અપૂર્વ પ્રસન્નતા સાથે કર્મજાળને તોડાવનાર સંલેખનાનો અધિકારી બને છે. સંલેખનાનો કાળઃ
ઉત્કૃષ્ટબાર વર્ષ, મધ્યમ એક વર્ષ, જઘન્ય છ માસ છે.
શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે જીવનની સંધ્યાએ પૌષધશાળામાં જઇ દર્ભના સંથારાપર બેસી અનશન (સંથારો) કર્યો. લાભ:
સંથારો કરનાર અપરિમિત સુખ પ્રાપ્ત કરે છે. તેવા જીવો વધુમાં વધુ સાત કે આઠભવો કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org