________________
૨૫૯
શિબિકાનું વર્ણન:
આ શિબિકા સેંકડો સ્તંભો અને પૂતળીઓથી યુક્ત હતી. તે વનલતા, પઘલતા વગેરે વિવિધ ચિત્રોથી ચિત્રિત હતી. તે અનેક ઘંટડી ઓના મધુર અને મનોહર શબ્દોથી શબ્દાયમાન, કુશળ કારીગરો દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિ અને રત્નોની ઘૂઘરીઓના સમૂહથી વ્યાપ્ત મનોહર હતી. આ શિબિકા પણ દીક્ષાર્થીના ચરણ સ્પર્શથી આજે પવિત્ર બનવાની હતી. દીક્ષા યાત્રાનું વર્ણન:
શુભ મુહૂર્તે શણગારેલી શિબિકામાં મહારાજા શ્રેણિકે તેને સ્વયં બેસાડયો. રોહિણેયકુમાર શિબિકામાં પૂર્વ દિશા સન્મુખ મુખ કરી બેઠો. આ શિબિકાને એક તરફ મગધનરેશ શ્રેણિક તથા બીજી તરફ મહામાત્યા અભયકુમાર સ્વયં ખભા પર એક સેવક બની ઉપાડી ચાલ્યા! દીક્ષાર્થીની કેવી અનન્ય ભકિત ! પિતા-પુત્રએ દીક્ષાર્થીનું ઉત્કૃષ્ટ કોટિનું બહુમાન પ્રદર્શિત કર્યું. રાજાના આવા અનન્યા વિનયથી પ્રજાજનો વિસ્મય પામ્યા. મુમુક્ષુ રાસનાયકના મસ્તકે બરફ, ચાંદી, કુંદપુષ્પ અને ચંદ્રમા સમા ચેતવર્ણવાળો છત્ર ધરવામાં આવ્યો. તેના બન્ને પડખે સમુદ્ર મંથનથી ઉત્પન્ન અમૃતના ફીણના સમૂહ સમાન બે શ્વેત ચામરો ઢાળવામાં આવી.
દીક્ષાનો વરઘોડો ચાલ્યો. માનવ મહેરામણ દીક્ષામાં જોડાયું. મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમાર શિબિકાને ખભા પર ઉપાડી આગળ ચાલ્યા. ત્યાર પછી રાજસેવકો, મહાજનો અને નગરજનો આદિ પુરુષ વર્ગ અને અંતે સ્ત્રીવૃંદ મધુર ગીતો ગાતાં ચાલ્યાં. ભવ્ય દીક્ષા યાત્રાની મોખરે ઇન્દ્રધ્વજ હતો. સ્ત્રી-પુરુષો ઉત્સાહિત બની વરઘોડાની આગળ દાંડીયારાસની રમઝટ બોલાવતાં હતાં. રાજમાર્ગપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી. “હે નંદા જય હો, જય હો, હે ભદ્ર! જય હો જય હો; તમારું કલ્યાણ થાવ;” એવા સુભાષિતોનો જયજયકાર બોલાવતાં બોલાવતાં શોભાયાત્રા જયાં ભગવાન મહાવીર બિરાજમાન હતા તે ગુણશીલ ઉધાનમાં પહોંચી આવી. - જેમ હમાલી પોતાના ખભા પરનો ભાર ઉતારી હળવો બને છે, તેમ રોહિણેયકુમાર અંતે ધન, મિત્ર, સ્વજન, માતા સર્વની માયા ખંખેરી નાખી હળવો બન્યો. જેમ સાપ પોતાની ચામડી ઉતારે, તેમ રાસનાયકે અંગ પર રહેલાં દિવ્ય આભૂષણો, રાજવી ઠાઠમાઠનો ક્ષણવારમાં ત્યાગ કર્યો. કેશનો લોચ કર્યો. મુમુક્ષુરોહિણેયકુમારની સંસાર ત્યાગની આખરી વિદાયથી પ્રજાજનોનાં હૈયાં દ્રવિત થયાં. સ્ત્રી-પુરુષો, અબાલ-વૃદ્ધની આંખોમાંથી વિરહના અશ્રુઓની જળધારા ગંગા-જમના બની વહેવા લાગી. મુમુક્ષુનું વેશપરિવર્તન પણ કેટલાય જીવો માટે સમ્યફબોધનું કારણ બન્યું.
મેઘધારા એક જ હોવા છતાં જુદી જુદી જગ્યાએ પડતાં જુદા જુદા આકારને ધારણ કરી જુદી જુદી રીતે પરિણામ પામે છે. વરસાદનું પાણી દરિયામાં પડતાં ખારું બને છે. નદીમાં પડતાં મીઠુંબને છે. લીમડામાં કળવાશ પેદા કરે છે, આંબામાં માધુર્ય ઉત્પન્ન કરે છે, તેમ પાત્રતા અનુસાર પરિણમના થાય છે. જેમ સરોવરમાંથી દરેક વ્યકિત પોતાની પાસે રહેલા પાત્રના આધારે પાણીની પ્રાપ્તિ કરે છે, તેમ પ્રસંગોપાત જીવો પોતાના ક્ષયોપશમ અનુસાર નિમિત્ત મળતાં લાભ મેળવે છે. નિગ્રંથ પ્રવચન પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org