________________
૨૧૦
કાર્તિકશેઠપ્રથમ સુધર્મદેવલોકમાં ઈન્દ્રનો અવતાર પામ્યા, જ્યાં અપાર રિદ્ધિ-સિદ્ધિ છે. ૨૫૩
ઈન્દ્રની જેટલી સમૃદ્ધિ હોય તેટલી સંપત્તિ ભરત ચક્રવર્તી પામ્યા. તેમને મનુષ્ય લોકના નરવીર (ચક્રવર્તી) કહ્યા છે. ચક્રવર્તી બન્યા તેનું મુખ્ય કારણ હિતોપદેશનું શ્રવણ હતું. ..૨૫૪
કાનને પવિત્ર બનાવી સુખ આપનાર વીર વચનો અમૃત જેવા ઉત્તમ છે. તેને પામીને હેભવ્ય જીવો !તમે આત્મકલ્યાણ કરો. તમે આત્માનું અહિતપણું શા માટે કરો છો?
જે જીવાત્મા ચોરી, ઠગાઈ, છળપ્રપંચ, પરસ્ત્રીગમન આદિખરાબ માર્ગની ચિંતવના કરે છે. તેઓ પોતાના હાથે પોતાનું જ ખૂબ અહિત કરે છે. વળી, તેવો મનુષ્ય બીજા પ્રાણીઓ સાથે શત્રુતા બાંધે છે.
.૨પ૬ કેટલાક જીવાત્માઓ હજારો વખત જિનોપદેશ સાંભળે છે છતાં સહેજ પણ બુઝતા નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ઉદાસી રાજાને મારનાર (વિનચરત્નમુનિ) સંસારનો પાર કરી શક્યા નહીં.
...૨૫૦ રાજ્ય અને લક્ષ્મી ગજરાજના કાન સમાન અત્યંત ચંચળ છે. જે વ્યક્તિ તેનો ત્યાગ કરતો નથી તેનો આત્મા કર્મથી ભારે લેવાય છે. ત્યાર પછી તે જીવાત્મા નરકગતિમાં જાય છે. ...૨૫૮
લંકાપતિ રાવણ અને અયોધ્યા નિવાસી લક્ષ્મણ (પ્રતિવાસુદેવ અને વાસુદેવ) ની જેમ પૂર્વે થયેલા નવનંદ (વાસુદેવ) તેમજ જરાસંઘ જેવા ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ (પ્રતિવાસુદેવો) થયા. જેઓ પરિગ્રહનીમૂડ્ઝન છોડી શક્યા તેથી નરકમાં ગયા.
...૨૫૯ આ વિશ્વમાં રહેલા સુપરખ (સુલભબોધિ) મનુષ્યો જિનેશ્વરનાં બહુ થોડા જ વચનોથી પ્રબુદ્ધ બને છે. જેમકે સુરના વચનોથી સનકુમાર ચક્રવર્તી પ્રતિબોધપામ્યા.
...૨૬૦ - વિશ્વમાં જે સજ્જનો (સુલભબોધિ) છે તેઓ અલ્પ વચનો શબ્દો સાંભળી તરત જ પ્રતિબોધિત થયા છે” હળુકર્મી રોહિણેયકુમારે ભાવપૂર્વક પ્રભુ મહાવીરને પ્રદક્ષિણા કરી પૂછ્યું, “હું યતિધર્મને યોગ્ય છું કે નહીં?”
...૨૬૧ ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ અત્યંત પ્રસન્નતાપૂર્વક કહ્યું, “દેવાનુપ્રિય! તું યતિધર્મને યોગ્ય જ છે. તું શુદ્ધ ચારિત્રપાળનાર થઈશ તેમજ કર્મને ખંખેરનાર બનીશ.” ...૨૬૨
ત્યારે રોહિણેયકુમારે કહ્યું, “જિનેશ્વર ભગવંત હું આપની સાથે આપના હસ્તે દીક્ષિત થવા માંગુ છું.”ભગવાને કહ્યું, “પ્રથમ તું મહારાજા શ્રેણિક પાસે જઈ આવ. પછી દીક્ષા લઈ તું સુખી થજે.”
..૨૬૩ રોહિણેયકુમાર ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી પાછો વળ્યો. તે સીધો મહારાજા શ્રેણિક પાસે આવ્યો. તેણે પોતાનો પરિચય આપતાં કહ્યું, “રાજન ! હુંલોહખુરનો પુત્ર છું. મારું જ નામ રોહિણેય છે.”
...૨૬૪ પોતાની ભૂલોની કબૂલાત કરતાં તેણે આગળ કહ્યું, “મહારાજ ! હું પોતે જ તમારી નગરીને લૂંટનારો ચોર છું. મારા અપરાધો અપાર છે. મેં જિનેશ્વરની વાણી સાંભળી હતી તેથી મહામંત્રી અભયકુમાર (દુર્લધ્ય બુદ્ધિ, જેમાં દેવલોકનો આભાસ રચ્યો) મને પકડી ન શક્યા. ...૨૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org