________________
૧૫
સમ્યકત્વની દુર્લભતા દર્શાવતાં “સંબોધપ્રકરણ' ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કેઃ
“लब्भई सुरसामित्तं लब्भइ पहुयत्तणं न संदेहो।
एणं नवरिन लष्भइ, दुल्लहरयणं सम्मत्तं ।। અર્થ: કરોડો દેવોનું સ્વામિત્વ-ઈન્દ્રપદ મેળવવું સહેલું છે. તેમજ તેમના પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું પણ સહેલું છે પરંતુ સમ્યત્વરૂપી દુર્લભ રત્નની પ્રાપ્તિ થવી સરળ નથી.
શ્રી ભગવદ્ગીતા'માં પણ કહ્યું છે: "श्रद्धावांल्लभते ज्ञानं तत्त्परःसंयतेन्द्रियः।
ज्ञानं लब्ध्वा परांशान्तिमचिरेणा घिगच्छति।। અર્થ : જે વ્યક્તિનું અંતઃકરણ શ્રદ્ધાથી વાસિત છે તે સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરે છે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવાત્મા શીધ્ર અક્ષયશાંતિ અથતિમુક્તિપદને પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે.
પૂર્વાચાર્યોએ શ્રદ્ધાની શ્રેષ્ઠતા બતાવતાં કહ્યું છે:
अतुलगुणनिधानं सर्वकल्याणीबीजं|जननजलधिपोतं भव्यसत्त्वैकचिन्हम् ।।
दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानम्। पिबत जितविपक्षदर्शनाष्यं सुधाम्बु।।। અર્થ : હે ભવ્યો! તમે સમ્યકત્વરૂપી સુધાનું જલપાન કરો કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે. સર્વ કલ્યાણનું બીજ છે. જન્મ મરણમય સંસાર સાગરને તરી જવાનું વહાણ છે. ભવ્ય જીવોનું એક લક્ષણ છે. પાપરૂપી વૃક્ષને છેદવાનો કુહાડો છે, પવિત્ર એવું તીર્થ છે. સર્વ રીતે શ્રેષ્ઠ છે તેમજ મિથ્યાત્વને જીતનારું છે. ' જૈનદર્શનમાં શ્રદ્ધાનું વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રદ્ધા વિનાના તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન સર્વ એકડા વિનાના મીંડા સમાન નિરર્થકદર્શાવેલ છે. વ્યાખ્યા
પૂર્વાચાર્યોએ સમ્યક્ત્વની વ્યાખ્યા કરતાં કહ્યું છેઃ . .. રિહંતો મદદેવો, નાગ્નીવા સુસાહુ ગુરુનો
जिण पण्णतंतत्त्वं, इय सम्मत्तं मए गहियं ।। અર્થ: સાચા દેવમાં દેવત્વ બુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુત્વ બુદ્ધિ અને સદ્ધર્મમાં ધર્મ બુદ્ધિ થવી તે સમ્યકત્વ (બોધિ) છે.
યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે: - વાવેફેવતાનુદ્ધિથુરીવગુરુતામતિઃા.
ઘર્મેઘઘર્મથી શુદ્ધસવરત્વમમુખ્ય પારા અર્થ: દેવ, ગુરુ અને ધર્મને વિષે દેવત્વ, ગુરુત્વ અને ધર્મત્વની શુદ્ધ બુદ્ધિ છે, તે સમ્યકત્વ છે.
શ્રી માનવિજયજી ગણિવરસમ્યક્ત્વનું સ્વરૂપ દર્શાવતાં ધર્મસંગ્રહ' ગ્રંથમાં કહે છે: નિનોવત્તતત્ત્વગુરુ શ્રદ્ધા સભ્યવસ્વમુખ્યતા-જિનોક્ત તત્ત્વોમાં શુદ્ધ રુચિએ સમ્યક્ત્વ છે. શાસ્ત્રોમાં જુદી જુદી અપેક્ષાએ સમ્યગદર્શનનું સ્વરૂપ કહ્યું છે. અરિહંતદેવ પ્રત્યેની શ્રદ્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org