________________
૧૬૬
कोडहं कथमिदं जातं, को वैकतोडस्य विद्यते।
उपादानं ककिमस्तीह, विचारःसोडयमीद्दशः।। અર્થ : હું કોણ છું? આ સર્વ ક્યાંથી ઉદ્ભવ્યું? આ જગતના પદાર્થોનો કર્તા કોણ હશે? સંસારના સુખ-દુઃખનું મૂળ ઉપાદાન) કારણ શું છે?
શ્રીમદ્દજી અમૂલ્ય તત્ત્વવિચાર' કાવ્યમાં કહે છે:
“હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારુંખરું?
કોના થકી આ વળગણા, એ રાખું કે હું પરહરું?” (સ્વાધ્યાય સંચય પૃ.૧૬) *
હું શુદ્ધાત્મા છું. હું શાશ્વત છું. હું જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણોથી યુક્ત છું. મારું શુદ્ધસ્વરૂપ કર્મના કારણે આવરાયેલું છે. હું સ્વતંત્ર છું. કર્મમારાથી ભિન્ન છે. એ વિભાવદશા છે..
અધ્યાત્માના વિચારવા યોગ્ય મુદ્દાનો ઉત્તરપરમાત્મા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહે છે:
“रोगो यदोसोविय कम्मबीयं कम्मंच मोहप्पभवं वयन्ति ।
कम्मं च जाई मरणस्स मूलं, दुक्खं च जाई मरणं वयन्ति।। અર્થ: રાગ અને દ્વેષની પરિણતિ કર્મનું બીજ છે. કર્મ મોહને ઉત્પન્ન કરે છે. કર્મ એ જન્મ મરણરૂપ સંસારને ઉત્પન્ન કરનાર કર્મરૂપી વળગણ છે. તે સ્થિતિ વિશેષને ‘સંસાર' કહેવાય છે.'
યથાશયમાત્મા સંશ્રિયતે રૂતિ સંસાર અર્થાત્ જેની પ્રેરણાથી જીવાત્મા એક યોનિમાંથી બીજી યોનિમાં સરકે છે તેને સંસાર' કહેવાય છે. અન્યદર્શનીઓ તેને વાસના' કહે છે.
સભ્ય વિવાર – પરમઔષઘન- અર્થાત્ સમ્યગ વિચાર એ સંસારરૂપી રોગ મટાડવાનું પરમ ઔષધ છે. સમ્યમ્ વિચારોનું બીજારોપણ સદ્ગુરુ દ્વારા થાય છે. સુધર્મા સ્વામીની દેશનાથી સદ્વિચારોના બળે જંબૂકુમાર આઠ-આઠ નવવધૂઓના મોહમાંથી લગ્નની પ્રથમ રાત્રિએ જ બચી. શક્યા.
હિંસાવૃત્તિ, દંડાઈ, સ્વાર્થવૃત્તિ જેવી આસુરી વૃત્તિઓથી ભરપૂર વાલિયા લૂંટારાનું જીવન નારદબદષિના ટૂંકા સમાગમ અને સમયોચિત ઉપદેશથી પરિવર્તિત થયું.
શબરી ભીલ જાતિની તદ્ગ અભણ સ્ત્રી હતી, છતાં માતંગબષિ અને બષિ પત્નીના સહવાસથી તે તપસ્વિની બની. તેણે ચારે દિશામાં રામ ભક્ત' તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી.
આવી અદ્દભુત ક્ષણોમાં ગોસાઈજીનું વાક્ય પૂરેપૂરું સફળ થાય છે:
આંધીમેં આધી ઘડી, આધીમેં પુનિ આધ; તુલસી સંગત સાધુ કી કટે કોટિ અપરાધ.”
ક્ષણમાત્રનો સત્સંગ જીવનની દિશા પલટાવી નાખે છે. વિચાર દીપક માટે સત્ શારૂપી તેલ, વૈરાગ્યરૂપી વાટ, ચિત્તશુદ્ધિરૂપી ભાજન(દીવો) અને સદ્ગુરુના બોધરૂપ અગ્નિનો યોગ જરૂરી છે. સદ્ગુરુના યોગથી આંતરશુદ્ધિ થતાં સમ્યવિચારના બળે ક્રિયાઓ ભાવવાહી બને છે.
કલ્યાણમંદિર'ના રચયિતા મહામુનિ સિદ્ધસેન દિવાકર બુલંદ અવાજે કહે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org