________________
૧૬૪
જિનવાણીની મહત્તા:
પરમાત્માની વાણીનો મહિમા અચિંત્ય છે, એવું રોહિણેયકુમારને આજે સમજાયું. “ભક્તામર સ્તોત્ર'માં શ્રી માનતુંગાચાર્ય પણ કહે છે:
इत्थं तथा तव विभूतिरभूज्जिनेंद्र | धर्मोपदेशनविधौ न तथापरस्य ।। ..
याद्कप्रभा दिनकृतः प्रहतांधकरा । तादृककुतो ग्रह गणस्य विकाशिनोडपि ||३७।। અર્થઃ હે જિનેશ! ધર્મોપદેશ કરવામાં જેવી તમારી વિભૂતિ હતી તેવી અન્ય કોઈ દેવની ન હતી કારણકે અંધકારને દૂર કરનારી જેવી દિવાકર (સૂર્યની પાસે પ્રભા હોય તેવી પ્રભા વિકસ્વર ગ્રહ ગણની પાસે ક્યાંથી હોય?
જેમ જેમ રાહુ ખસે તેમ તેમ ચંદ્રકળા વધતી જાય છે, તેવી જ રીતે જેમ જેમ હઠાગ્રહ, કદાગ્રહ અને પૂર્વગ્રહ ખસે, તેમ તેમ ક્ષુદ્રતા વગેરે દોષો ખસતાં દષ્ટિ સ્વચ્છ બનતી જાય છે. કદાગ્રહ શ્રુતજ્ઞાનમાં રહેલી ચિંતાજ્ઞાન જનન શક્તિનષ્ટ કરે છે.
અચરમાવર્ત કાળ એ સહજ મલ એટલે કે કર્મબંધની યોગ્યતાનો કાળ છે. સાંખ્ય મત તેને “દિક્ષા' કહે છે. શૈવમતમાં ભવબીજ' કહેવાય છે. વેદાન્ત તેને 'અવિદ્યા અને બૌદ્ધ મતે તે 'અનાદિ વાસના છે. અચરમાવર્તકાળમાં કર્મના આવરણોની સઘનતા હોવાથી દષ્ટિ મલિન હોય છે. આ
કર્મબંધની સહજ યોગ્યતાનો જેમ જેમ હ્રાસ થતો જાય તેમ તેમ આત્મા મુક્તિ અદ્વેષ આદિ ભૂમિકાઓમાંથી પસાર થતો આત્મોન્નિતના પંથે આગળ વધે છે. મુક્તિનો અહેષ એ પરમાનંદનું કારણ છે.
જેમ વનસ્પતિકાયમાં જ અનંતકાળચક્ર સુધી રહેનારા વનસ્પતિના જીવોને અનંતા વનસ્પતિ ભવોમાં દેવલોકનું સુખ સંભવતું જ નથી અને ભવ્ય હોવા છતાં તેઉ અને વાયુકાયના જીવોને. ત્યારે ચારિત્ર સંભવતું નથી તેવી જ રીતે અચરમાવર્ત કાળમાં મુક્તિનો અહેષ પ્રગટતો જ નથી.
ભવ્યત્વ, સગુરુનો ઉપદેશ, મહાવિદેહ ક્ષેત્ર, પ્રથમ સંઘયણ, શાસ્ત્રાભ્યાસ વગેરેની સુગમતા હોવા છતાં અચરમાવર્ત કાળનું સ્વરૂપ એવું જ છે કે તેમાં યોગ, પ્રાપ્તિ, પ્રણિધાનાદિ પાંચ આશયો પ્રગટતાં જ નથી. તેનું મુખ્ય કારણ કાળનો પ્રભાવ તથા દષ્ટિનો વિપર્યાસ છે. અચરમાવતી કાળમાં આત્મકલ્યાણકારી તત્ત્વોમાં અકલ્યાણની બુદ્ધિ અને અકલ્યાણકારી તત્ત્વમાં કલ્યાણની બુદ્ધિ છે. અચરમાવર્તકાળના ભવ્યજીવની સ્વરૂપ યોગ્યતા એટલે જંગલ, પર્વત, ખીણની માટી, જ્યારે ચરમાવર્તકાળના જીવની સમુચિત યોગ્યતા એટલે કુંભારના ચાકડા પર ચડેલી માટી, જેને યોગ્ય ઘાટ મળે છે.
ચરમાવર્તમાં આવ્યા પછી જીવ સર્વ પ્રથમ માર્ગાભિમુખ બને. પછી માર્ગપતિત (માર્ગ પ્રવિષ્ટ) બને. આવા જીવો પણ જિનાજ્ઞાને જાણવાની યોગ્યતા ધરાવે છે."
- યોગબિંદુ વૃત્તિકારના મતે અપુનબંધક, માભિમુખ અને માર્ગપતિત ત્રણે જીવો કરોડપતિ છે. પંચાશક વૃત્તિકારના મતે ત્રણે ભિન્ન ભિન્ન છે. અપુનબંધક લખોપતિ છે. જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org