________________
૧૫૪
શ્રાવક ધર્મ:
શ્રાવક શબ્દના અનેક અર્થ છે. ૧) શ્રધાતુ ઉપરથી શ્રાવક શબ્દ બન્યો છે. શ્રુ= સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક. ૨) શ્ર = શ્રદ્ધાવંત, વ= વિવેકવંત અને ક= દિયાવંત. શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્ણ ક્રિયા કરે તે શ્રાવક. ૩) % = સર, આવક = આવે. જેવી રીતે તળાવની પાળ તૂટવા ન પામે તેટલા માટે તળાવના પાણીન નિકાસ અર્થે સર (નાળું) રાખવામાં આવે છે તેવી જ રીતે આવ્યવરૂપ તળાવની સંવરરૂપ પાળ બાંધી તેમાં સંસાર ચલાવવા માટે અમુક જાતની છૂટછાટરાખે તે શ્રાવક. ૪) શ્રાવકને શ્રમણોપાસક પણ કહેવાય છે. શ્રમણ = સાધુ, ઉપાસક = ભક્ત, સાધુ-સાધ્વીજીની સેવ ભક્તિ કરનારા શ્રમણોપાસક છે. ૫) સમયે સમયે સાધુપણાની ઝંખના કરે તે શ્રાવક છે. ૬) કૃણોતિનિનવવMમિતિશ્રાવવ- જે જિનેશ્વર ભગવાનની વાણી સાંભળે તે શ્રાવક છે. ' ૦) નિઃશલ્યોવ્રતી - જેને મિથ્યાત્વ, માયા અને નિદાન શલ્ય ન હોય તે વ્રતી (શ્રાવક) છે. ૮) શ્રી વાચક ઉમાસ્વાતિજીએ “શ્રાવકપ્રજ્ઞપ્તિ સૂત્ર'માં શ્રાવકના લક્ષણો દર્શાવ્યાં છેઃ
संपत्तदसणाई पर दियहंजइजणा सुणेइ य ।
સમાયટિંપરતંતુ, તંસાવવિન્તિ પારા અર્થઃ સમ્યગદર્શન તેમજ અણુવ્રતાદિ ગ્રહણ કરી, પ્રતિદિન શ્રમણોના મુખેથી મુખ્ય સમાચાર (સાધુ અને શ્રાવકનો આચાર) સાંભળે તેને ભગવાને શ્રાવક કહ્યો છે.
જેમ અફીણને ઝેર માનતો વ્યસની વ્યક્તિ અફીણનું સેવન કરે છે, તેમ શ્રાવક પણે આરંભ-પરિગ્રહને ખોટામાંનતો, આત્મકાર્ય સાધતો મર્યાદાની અંદર પ્રવૃત્તિ કરે છે. રોહિણેયકુમારની દૈનિક શ્રાવકચર્ચા: ૧) દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મનું શ્રેષ્ઠ રીતે પાલન કર્યું હતું. ૨) શ્રાવકના બારવ્રતોનું યથાશક્તિ નિરતિચારપણે પાલન કર્યું હતું. ૩) જિન પ્રસાદ બંધાવી, જિનબિંબો ભરાવ્યાં હતાં. ૪) નિત્ય જિનપૂજા ભાવપૂર્વક કરી હતી. ૫) જ્ઞાની, ધ્યાની અને તપસ્વી ગુરુભગવંતોની વૈયાવચ્ચ કરી હતી. ૬) તીર્થયાત્રા કરી હતી. સંઘ કઢાવી સુકૃત્યો કર્યા હતાં. ૦) જીવદયા, સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું ૮) અભક્ષ્ય આહારનો તેમજ અનંતકાય (કંદમૂળ)નો ત્યાગ કર્યો હતો. ૯) હું નિત્ય સામાયિક કરતો પર્વ તિથિના દિવસે પૌષધદ્રત કરતો હતો. ૧૦)મેં ઉભયકાળ નિત્ય પ્રતિક્રમણ આદિ શ્રાવકના છ કર્તવ્ય કર્યા હતાં. ૧૧)મેં ઘણા જીવોને ધર્મોપદેશ આપી ધર્મમાં સ્થિર કર્યા હતાં. ૧૨)મેં જૈન ધર્મની પ્રભાવના કરી હતી. ૧૩)મેં ગ્રંથભંડારોનું નિર્માણ કરાવ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org