________________
૧૫૩
વિસ્તારથી દેવભવ સંબંધી રજેરજ માહિતી આપી છે.
બાહ્ય પરિસ્થિતિ વિપરીત જણાતાં રોહિણેયકુમાર જિનવચનોનું સ્મરણ કરતો વર્તમાન પરિસ્થિતિ સાથે તુલના કરવા લાગ્યો. તેણે દેવાંગનાઓ સમક્ષ અનિમેષ નજરે જોયું. તેમની પાંપણો મનુષ્યની જેમ પલકારા કરતી હતી. દેવાંગનાઓ અને ગાંધર્વો ધરતી પર નૃત્ય કરી રહ્યાં હતાં. (અર્થાત્ તેમના પગ ધરતીને અડીને રહેલાં હતાં.) તેમના ગળાની ફૂલની માળા કરમાયેલી હતી. નૃત્ય કરનારી દેવાંગનાઓ અને દેવો પરસેવે રેબઝેબ હતાં.
ચબરાક રોહિણેયકુમારે મનોમન વિચાર્યું, “દેવો તો જે ધારે તે કરી શકે પણ હું એવું કરી શકતો નથી. દેવલોકમાં દેવોને નિદ્રા પણ ન હોય જ્યારે હું તો સૂઈ ગયો હતો. દેવગતિમાં મોતીઓના અથડાવવાથી સુમધુર સુરાવલિ છેડાય છે, તેવું પણ અહીં નથી. દેવગતિમાંથી આવેલો મનુષ્ય મૃત્યુ પામી પુનઃ દેવમાં જાય પરંતુ તે માટે સુકૃત્ય કરવું પડે એવું તો હું કંઈ કરીને આવ્યો નથી. હું પાપી, લોભી, ક્રોધી છું. મેં કદી મહાત્માઓની શુદ્ધ સેવા પણ નથી કરી. વળી, શાસ્ત્ર પર કેવો પ્રેમ? મેં કદી શાસ્ત્ર વચન પર શ્રદ્ધા જ નથી કરી. હું બીજાના કલ્યાણ માટે તત્પર રહ્યો જ નથી. મારી પાસે ડહાપણભરી બુદ્ધિ કે જ્ઞાન પણ ક્યાં હતું? મારામાં વિબુધતા (કવિપણું) પણ ક્યાં હતી ? નક્કી આની પાછળ મંત્રીશ્વર અભયકુમારની કપટવિદ્યા જ છે.'
ચતુર રોહિણેયકુમાર પરિસ્થિતિને ક્ષણવારમાં સમજી ગયો. તેને વાસ્તવિક સ્વરૂપનો બોધ થઈ ગયો. ભગવાને દેવગતિનું જેવું સ્વરૂપ વર્ણન કર્યું હતું તેવું અહીં કંઈ જ નથી. અહીંનું ભિન્ન સ્વરૂપ જ બતાવે છે કે આ મહામંત્રી અભયકુમારે રચેલો પ્રપંચ છે. મારા જેવો પાપાચારી વ્યક્તિ સ્વર્ગ (દેવલોક)માં સ્થાન પ્રાપ્ત કરે ખરો? મહામંત્રી અભયકુમારે મારી સાથે છળકપટ કરી મને પકડવાનું મોટું(કાવત્રું) ષડયંત્ર રચ્યું છે પરંતુ હું આજે મહામંત્રીને ભોંઠા પાડીશ.”
રોહિણેયકુમાર જ્યારે વિચારોમાં ગરકાવ થઈ ગયો ત્યારે દેવાંગનાઓએ કહ્યું, “મહાભાગ! વિલંબ ન કરો. અભિષેકનું મુહૂર્ત વહી જાય છે. ગત મનુષ્ય જન્મમાં કરેલાં સુકૃત્યોનું વર્ણન કરો.” રોહિણેયકુમારે વિચાર્યું, ‘આ મોકો છે, હું પણ “જેવા સાથે તેવા’ એ યુક્તિ અનુસાર છળકપટનો સહારો લઈ અસત્યનું જ આલંબન લઈશ. તેમાં જ મારું હિત સમાયેલું છે. તેણે તરત જ જૂઠો અભિનય કરતાં પોતાનાં સુકૃત્યોનું વર્ણન કરવા વાચા ખોલી. દેવાંગનાઓ, ગાંધર્વો અને ખૂણામાં છૂપાયેલા અભયકુમાર તેની વાત સાંભળવા ઉત્સુક હતા. તેઓ ધ્યાનપૂર્વક કાન માંડીને રોહિણેયકુમારની વાતો સાંભળવા લાગ્યા.
કડી ૨૦૦ થી ૨૦૫ સુધીમાં રોહિણેયકુમારે પોતાનાં સુકૃત્યર્ન વર્ણવ્યા છે, જેમાં શુદ્ધ શ્રાવકાચારનાં લક્ષણો પ્રગટ થાય છે.
- રોહિણેયકુમાર દેવાંગનાઓ સમક્ષ અભિનય કરતાં શ્રાવક ધર્મના આચારોની યાદી વર્ણવે છે. અહીંરાસનાયક પોતાને સાચો શ્રાવક દર્શાવે છે. “શ્રાવકાચાર જુઓ પરિશિષ્ટ વિભાગ - ૩
........................................------
---
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org