________________
૧૪૬
• જે શરીર વિશિષ્ટ લબ્ધિથી પ્રાપ્ત થાય તેલબ્ધિ પ્રત્યયિક છે. જે મનુષ્ય અને તિર્યંચને લબ્ધિના યોગે મળે છે. (૩) આહાર શરીરઃ ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન (જિજ્ઞાસાનું સમાધાન કરવા) માટે લબ્ધિના પ્રયોગથી જે શરીરનું નિર્માણ કરે તેને “આહારક શરીર' કહેવાય. આ શરીર અત્યંત વિશુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ હોય છે. તેની અવગાહના જ. પોણાહાથની, ઉ.૧ હાથની. કોઈ ન દેખે તેવી હોય છે. આ શરીર અત્યંત મનોહર, કાંતિવાળું અને ઉત્તમ હોય છે. આ શરીરનું નિર્માણ ચૌદ પૂર્વધારી સંયતિ અંતર્મુહૂર્ત માટે ચાર કારણે કરે છે.
(૧) તીર્થકરની સમવસરણની ત્રઢદ્ધિ જોવા. (૨) સંશયનું સમાધાન કરવા. (૩) શાસ્ત્રના સૂક્ષ્મ અર્થને જાણવા. (૪) હોમ હવનમાં થતી હિંસાનું નિવારણ કરી જીવદયા માટે.
આહારકલબ્ધિ આખી ભવરાશિમાં એક જીવને વધુમાં વધુ ચાર વખત પ્રાપ્ત થાય છે. ' (૪) તૈક્સ શરીર ઃ સ્કૂલ શરીરની દીપ્તિ અને પ્રભાનું કારણ તેજસ શરીર' છે. આ શરીર તેજ પુદ્ગલોનું બનેલું છે. તે સૂક્ષ્મ છે. ભોજનને પચાવે છે. તેના બે કાર્ય છે. * અનિઃ સરણાત્મક સ્કૂલ શરીર સાથે રહી આહાર પાચનનું કાર્ય કરે તે અનિઃસરણાત્મક તેજસ શરીર છે. આ શરીર સર્વ સંસારી જીવને હોય છે. • નિઃસરણાત્મક તેજો લબ્ધિના પ્રયોગથી થતું તૈજસ્ શરીર, તે નિઃસરણાત્મક છે. તેજો લબ્ધિવંત પુરુષ પોતાના શરીરમાંથી તેજોમય પુદ્ગલોનું પ્રક્ષેપ અન્ય પર કરે ત્યારે જે શુભ છે તે શાંતિનું કારણ બને અને અશુભ છે તે અશાંતિનું કારણ બને છે. આ શરીર તેજો લબ્ધિવાન મનુષ્ય, તિર્યંચ અને દેવોને હોય છે. (૫) કામણ શરીરઃ આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન તે ‘કામણ શરીર છે. તે ઔદારિક વગેરે શરીરનું કારણ છે. સંસારના મૂળ કારણરૂપ આ શરીર સર્વ સંસારી જીવને હોય છે.
આ પાંચે શરીરમાં ઔદારિક શરીર સ્કૂલ છે. બાકીના શરીરો ક્રમશઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર તેમજ અધિક પુદ્ગલોના બનેલા છે. અંતિમ ત્રણ શરીર અદશ્ય છે. કેવળજ્ઞાની, પરમાવધિ જ્ઞાની તેને જાણી શકે છે. સર્વ સંસારી જીવોને મોક્ષે ન પહોંચે ત્યાંસુધી તૈજસ અને કાર્મણ શરીર પ્રત્યેક અવસ્થામાં હોય છે. સિદ્ધ અવસ્થામાં એક પણ શરીર ન હોય.
દેવગતિમાં વૈક્રિય, તેજસ અને કામણ શરીર હોય છે. દેવોના વૈક્રિય શરીર બે પ્રકારના છે. ૧) ભવધારણીય, ૨) ઉત્તરવૈક્રિય.
જન્મથી તેમને ભવધારણીય વૈક્રિય શરીર મળે છે જે અત્યંત સોહામણું હોય છે. જે દેવો ઉત્તરવૈક્રિય કરે તેઓ ઈચ્છાનુસાર બહુમૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણોથી શરીરને વિભૂષિત કરે છે. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો ઉત્તર વૈક્રિય કરતા નથી. દેવોના વિષયભોગ (વેદ)
વેદ= વિકાર. વેદમોહનીય કર્મના ઉદયથી થતી મૈથુનની અભિલાષા તે વેદ' કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org