________________
૧૨૦
૧૪
ઢાલઃ છ દેવગતિનું વર્ણન.
(દેશી તો ચઢી ઘનમાન ગજે) સુરના સુખ છઇ અતી ઘણાં એ, મનહાં ઐતું થાય તો; રયણ વીમાન છે શાસ્વતાં એ, કાલ સુખઇ ત્યાહાં જાયતો . ..૧૪ ભુષણ ભોગ સેયા ભલીએ, નાટિક વેણા નાદતો; ગાન કરઇ દેવાંગના એ, મીઠા મધૂર સાદતો. રુપ સકોમલ તેલુનાં એ, અતિ સુગંધી દેહતો; કેસ મુછ ડાઢી નહી એ, તેજ પૂંજ સુર તેહતો. રૂધીર ચરબ નખ નસ નહી એ, રોમ રહીત તન જોયતો; પરસેવો અંગઇ નહી એ, રોગ રહીત દેહે હોયતો જરા ન આવઇ દેવનઇ એ, સુખીઆ લીલ વીલાસતો; મધૂર વચન મુખ્ય બોલતાએ, સખરા સાસઉસાસ તે.
...૧૪૮ અર્થઃ દેવોનાં સુખો અતિશય મનોહર હોય છે. તેઓ મનમાં જે વિચારે તે કરી શકે છે. દેવતાના વિમાનો રત્નના બનેલાં છે, જે શાશ્વત છે. આ વિમાનમાં અનંતકાળ સુખમાં નિર્ગમન કરે છે. ...૧૪
દેવોના વસ્ત્રાભૂષણો, શય્યા અને ભોગો દિવ્ય હોય છે. ત્યાંના દિવ્ય ગાંધર્વ નાટક અને વીણાવાદના રમણીય હોય છે. ત્યાંની દેવાંગનાઓ મીઠા, મધુર સ્વરે ગીતો ગાય છે. ..૧૪
દેવ-દેવીઓ સ્વરૂપવાન અને સુકોમલ હોય છે. તેમનો દેહ સુંગધિત હોય છે. દેવોની દાઢી અને મૂછના વાળ ન ઉગે. તેજસ્વી, પ્રકાશના પુંજ સમાન દેવો દેદીપ્યમાન હોય છે. ..૧૪૬
તેમનાં શરીરમાં લોહી, ચરબી, નખ અને લોહીનો વહન કરનારી શિરા કે ધમનીઓ ન હોય. તેમનું શરીર રુંવાટી વિનાનું હોય. તેમનાં અંગે પ્રસ્વેદન હોય. તેમનું શરીર રોગરહિત નિરગી હોય છે.
..૧૪ દેવોને વૃદ્ધાવસ્થા આવતી નથી. તેમનું સંપૂર્ણ જીવન ભોગવિલાસ ભોગવવામાં વ્યતીત થાય છે. તેઓ મુખેથી મધુર વચન બોલે છે. તેમનો શ્વાસોશ્વાસ અતિશય સુગંધિત હોય છે. ...૧૪
દુહા : ૧૦ સાસઉસાસ સખરા સહી, વિબુધ પણ્ જે માંહિ;
વીર વચન હઇડઇ ધરૂ, યુગલ વેદ છઇ ત્યાહી અર્થ: તેમનો શ્વાસોશ્વાસ ખુબુદાર હોય છે. તેઓ વિશિષ્ટ પ્રજ્ઞાધારી હોય છે. હું પ્રભુ મહાવીર સ્વામીના વચનો હૃદયે ધરી વિચાર કરું. દેવલોકમાં સ્ત્રી અને પુરુષ એમ બે વેદ છે. ૧૪૯
ઢાળ : ૮ (દેશી નાચતી જિન ગુણ ગાય મંદોદરી, રાવણ વેણા વાહઇ. રાગ ગોડી.)
જુગલ વેદ હોઇ સુરમાંહિં, નરનઇ બીજી નારી; સાત હાથ કાયા ઉતકષ્ટી, જયગન હાથ એક ધારી રે
• ૧૪૯
•. ૧૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org