________________
પ્રકાશન 'રાસરસાળ' નામથી કર્યું છે. ત્યાર પછી રોહિણેય રાસના સંપાદન અને પ્રકાશનનું કાર્ય છે હું પૂર્ણ થયું છે. એમની વ્યુતભક્તિ, જ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાવૃત્તિ, સંશોધન કાર્ય અને જ્ઞાન પ્રસારની છે હું ઉત્તમ કોટિની સેવાની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. આજે ભૌતિકવાદના રસિયા લોકો શું $ જ્ઞાનમાર્ગ તરફ આકર્ષાય અને તેના દ્વારા જીવનમાં અધ્યાત્મદષ્ટિએ શાંતિ-સમતા પ્રાપ્ત કરે તે $ માટે જૈન સાહિત્ય જેવું અન્ય કોઈ શુભ અને બળવત્તર નિમિત્ત નથી.
પ્રાયઃ સંશોધન પ્રવૃત્તિનો હેતુ નોકરીમાં આર્થિક લાભ થાય, ચાહના મળે તેવા હેતુથી. થતું હોય છે ત્યારે ડૉ. ભાનુબેને શ્રુતભક્તિથી પ્રેરાઈને સંશોધન પ્રવૃત્તિ કરી છે. તેનું મૂલ્ય ધર્મની ૐ દષ્ટિએ અગણિત છે. આત્માના વિકાસમાં આ અધ્યયન પ્રવૃત્તિનું જીવનની સિદ્ધિનું સોપાન છે.
આ પ્રકારનું જૈન સાહિત્ય વર્તમાન અને ભાવી પેઢી માટે સંશોધન અને અધ્યયન માટે પ્રેરક સ્તોત્ર છે. આજે સંસ્કાર સિંચન માટેના પ્રયત્નોમાં આવા સાત્વિક સાહિત્યનું સંશોધન- હૈ પ્રકાશન થાય અને માત્ર બાળકો નહિ પણ મોટી ઉંમરના સ્ત્રી-પુરુષો પણ જ્ઞાનમાર્ગમાં પુરુષાર્થ છે કરીને પોતાના જ્ઞાનગુણનો વિકાસ સાધી શકે છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજીએ ‘અમૃત વેલી’ની છુ સક્ઝાયની પ્રથમ કડીની પ્રથમ પંક્તિમાં કહ્યું છે:
“ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે.”
જ્ઞાન આત્માના અન્ય ગુણોનો પ્રકાશ કરનાર છે. તાત્ત્વિક ગ્રંથોમાં જે જ્ઞાન છે તે છે રાસો' દ્વારા પાત્રો, પ્રસંગના સંદર્ભમાંથી પ્રાપ્ત થાય છે. ડૉ. ભાનુબેને રાસનું લિપિકરણ કર્યા પછી હું ૩૪૪ કડીના અર્થ આપીને વ્યાખ્યાત્મક વિવેચન કર્યું છે. આ ગ્રંથ એક અધ્યયન સ્વરૂપે છે. તેમાં રાસનાં લક્ષણોને આધારે સમીક્ષા કરવામાં આવી છે.
રાજગૃહી નગરીનો રીઢો ચોર રોહિણેય પ્રભુની વાણીથી પ્રતિબોધ પામીને સંયમ સ્વીકાર કર્યા પછી રોહિણેય મુનિ બનીને આત્મકલ્યાણ કરે છે. એજ જિનશાસનના ગ્રંથોનો શું સારભૂત વિચાર ચરિતાર્થ થયો છે. શ્રાવકના જીવનના મનોરથ એ સંયમ-દીક્ષા સ્વીકારીને આત્માનું કલ્યાણ કરી શાશ્વત સુખ મેળવવાનો હોય છે.
“નાન્યા શિવ શિવપદસ્યમુનીન્દ્ર પંથાઃ”
ભક્તામર સ્તોત્રમાં આ મુનિજીવનથી શિવપદ મળે એવું જણાવ્યું છે. સંપાદકનો પરિશ્રમ તો પુસ્તક જોવાથી જખ્યાલ આવે તેમ છે.
ડૉ. ભાનુબેનની જ્ઞાન યાત્રા પ્રગતિશીલ બનીને જૈન સાહિત્યના શ્રુતજ્ઞાનના વારસાને પ્રગટ કરી ‘જ્ઞાન જ્યોત જલતી રાખે એવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીને અનુમોદના કરું છું. “નમોનાક્ષા”
- ડૉ. કવિન શાહ ચૈત્ર વદ - ૧૧, બીલીમોરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org