________________
૨૦૪ :
સંબોધ પ્રકરણ (૨) પ્રખ્યપ્રયોગ-મર્યાદિત ક્ષેત્રની બહાર કોઈ કામ પડતાં, હું જઇશ તો વ્રતભંગ થશે એમ વિચારી, વ્રતભંગના ભયથી તે કાર્ય માટે બીજાને મોકલે.
(૩) શબ્દાનુપાત– મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે એ માટે ખાંસી આદિથી શબ્દ કરવો-અવાજ કરવો. (જેમ કે ઘરની બહાર ન જવું અને કોઈને મોકલવો પણ નહિ એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી કોઈ વ્યક્તિને મળવાની જરૂર પડતાં ખાંસી આદિ અવાજ કરે, જેથી તે વ્યક્તિ પોતાને ઘરમાં રહેલો જાણીને પોતાની પાસે આવે.)
(૪) રૂપાનુપાત– મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે. એ માટે તે વ્યક્તિને પોતાનું રૂપ (છાયા) બતાવે, અર્થાત્ તે વ્યક્તિ પોતાને દેખે તે રીતે ઊભો રહે કે આંટા મારે. (જેમ કે–ઘરથી બહાર ન જવું અને બીજાને મોકલવો નહિ એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી વ્યક્તિને મળવાની જરૂર પડતાં ઘરની બારી આદિ પાસે તેવી રીતે ઉભો રહે, જેથી તે વ્યક્તિ પોતાને ઘરમાં રહેલો જોઈને પોતાની પાસે આવે.)
(૫) પુદ્ગલપ્રક્ષેપ- મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે એ માટે તે વ્યક્તિ તરફ કાંકરો વગેરે ફેકે. (જેમ કે–ઘરમાંથી તે વ્યક્તિ તરફ કાંકરો ફેંકે, જેથી તે વ્યક્તિનું પોતાના તરફ લક્ષ્ય જાય અને પોતાની પાસે આવે.)
જવા-આવવાથી જીવહિંસા ન થાય તે માટે દેશાવગાસિક વ્રત છે. જીવહિંસા પોતે કરે કે બીજા પાસે કરાવે તેમાં ફળમાં ફેર પડતો નથી. બધે બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તેમાં દોષો ઓછા લાગે. કારણ કે પોતે ઇર્યાસમિતિપૂર્વક જાય, જ્યારે બીજો ઇર્યાસમિતિ વિના જાય. આથી બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તો જીવહિંસા ઓછી થાય. એટલે બીજાને મોકલવામાં પરમાર્થથી તો નિયમભંગ થાય છે, પણ વ્રતભંગભયના કારણે વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય.
આમાં પહેલા બે અતિચારો તેવી શુદ્ધ સમજણના અભાવથી કે સહસાકાર આદિથી થાય છે. છેલ્લા ત્રણ અતિચારો માયાથી થાય છે. (૧૨૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org