________________
શ્રાવક વ્રત અધિકાર
योजयति क्षेत्र - वास्तूनि रूप्य - कनकादि ददाति स्वजनेभ्यः । ધન-ધાન્યાનિ પવૃદ્ધે વખાતિ યાવન્નિયમપર્યન્તઃ ॥ ૪૭ ........... ૨૬૭
दुपयाइं चउप्पयाइं, गब्धं गाहेइ ४ कुप्पसंखेवो । अप्पधणं बहुमुल्लं ५, करेइ पंचमवए दोसा ॥ ४८ ॥
द्विपदानि चतुष्पदानि गर्भं ग्राहयति कुप्यसंक्षेपः । अल्पधनं बहुमूल्यं करोति पञ्चमव्रते दोषाः ॥ ४८ ॥
ગાથાર્થ ક્ષેત્ર-વસ્તુને જોડે, ચાંદી-સુવર્ણ વગેરે સ્વજનોને આપે, ધન-ધાન્ય પોતાના નિયમ સુધી બીજાના ઘરમાં બાંધે=બાંધીને રાખી મૂકે, દ્વિપદ-ચતુષ્પદ પ્રાણીઓને ગર્ભાધાન કરાવે, કુષ્યનો સંક્ષેપ કરે અથવા અલ્પમૂલ્યવાળી વસ્તુને બહુ મૂલ્યવાળી કરે, આ પાંચ પાંચમા અણુવ્રતના અતિચારો છે.
૧૬૧
વિશેષાર્થ પાંચમા અણુવ્રતમાં નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવાનું હોય છે. પરિગ્રહનું પરિમાણ કર્યા પછી અહીં ગાથાર્થમાં કહ્યું તેમ કરીને પરિમાણનું અતિક્રમ=ઉલ્લંઘન કરે છે. તેથી અતિચાર થાય છે. બીજા ગ્રંથોમાં આ પાંચ અતિચારના અનુક્રમે નામ આ પ્રમાણે છે— ક્ષેત્ર-વાસ્તુપરિમાણાતિક્રમ, હિરણ્ય-સુવર્ણાતિક્રમ, ધન્ય-ધાન્યાતિક્રમ, દ્વિપદ-ચતુષ્પદાતિક્રમ અને કુષ્યપ્રમાણાતિક્રમ. અહીં ૪૭-૪૮ એ બે ગાથાઓમાં કહેલા અતિચાર સ્પષ્ટ સમજાય એ માટે અહીં આ પાંચ અતિચારોનો વિસ્તૃત અર્થ જણાવવામાં આવે છે—
· પાંચમું અણુવ્રત લેનાર શ્રાવક યોજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી અનુક્રમે ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દ્વિપદચતુષ્પદ અને કુષ્ય એ પાંચના પરિમાણનો અતિક્રમ (=ઉલ્લંઘન) કરતો નથી, અર્થાત્ ધારેલા પરિમાણથી વધારે રાખતો નથી.
(યોજન એટલે જોડવું. પ્રદાન એટલે આપવું. બંધન એટલે બાંધવું. કારણ એટલે પેટમાં રહેલ ગર્ભ. ભાવ એટલે વસ્તુનું અર્થપણું, વસ્તુની ઇચ્છા. આ પાંચ શબ્દોનો ભાવાર્થ અતિચારોની ઘટનાથી ખ્યાલમાં આવી જશે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org