________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૨૧ ૬. ગુણાનુરાગ– ભાવશ્રાવકમાં ગુણાનુરાગ હોય. તેને મોક્ષ જોઈએ છે. મોક્ષ આત્માના ગુણો પ્રગટ થાય તો જ મળે. આથી તેને ગુણો પ્રત્યે અનુરાગ હોય છે. કોઈ પણ વ્યક્તિમાં ગુણાનુરાગ છે કે નહિ તે જાણવા ગુણાનુરાગના લક્ષણો જાણવા જોઈએ. જેનામાં ગુણાનુરાગનાં લક્ષણો હોય તેનામાં ગુણાનુરાગ છે તે નિશ્ચિત થાય.
ગુણાનુરાગનાં લક્ષણો આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાદિગુણોને મલિન કરનાર દુષ્ટપ્રવૃત્તિનો ત્યાગ કરે. (૨) બીજાઓના મોટા પણ દોષોની ઉપેક્ષા કરી નાના પણ ગુણની મહાન ગુણ તરીકે પ્રશંસા કરે. (૩) પોતાના મહાન અને ઘણા પણ ગુણો તરફ ઉપેક્ષા કરે અને નાના પણ દોષને મહાન તરીકે જોઈને પોતાની નિંદા કરે. (૪) મેળવેલા-પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોનું કાળજીથી રક્ષણ કરે. (૫) ગુણીજનના સંગથી આનંદ અનુભવે. (૬) અધિક ગુણોને મેળવવા ભાવપૂર્વક ઉદ્યમ કરે. (૭) અન્ય ઉપર ગુણના કારણે જ રાગ કરે. આથી જ સ્વજન, શિષ્ય, ઉપકારી, એક સમુદાયના સાધુ વગેરે પણ જો નિર્ગુણ હોય તો તેમના ઉપર રાગ ન કરે. અલબત્ત, કરુણાભાવનાથી નિર્ગુણી સ્વજનાદિને ગુણી બનાવવા ઉપદેશ આદિથી શક્ય પ્રયત્ન કરે, છતાં જો ગુણી ના બને તો તેમની ઉપેક્ષા કરે, એટલે કે તેમના ઉપર રાગ ન કરે. કારણ કે ગુણના યોગે જ થતો રોગ લાભ કરે છે. નિર્ગુણી ઉપર સ્વજનાદિના કારણે થતો રાગ નુકશાન કરે છે. છતાં તેમના ઉપર દ્વેષભાવ પણ ન કરે. એટલે શક્ય પ્રયત્ન કરવા છતાં ગુણી ન બને-સુધરે નહિ તો તેમના પ્રત્યે રાગદ્વેષથી રહિત બને છે-ઉપેક્ષા ધારણ કરે છે.
ગુણાનુરાગનું ફળ–ગુણાનુરાગથી નવા ગુણોની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત ગુણોની રક્ષા-શુદ્ધિ-વૃદ્ધિ થાય છે. કદાચ તેવા કર્મ આદિના કારણે આ ભવમાં નવા ગુણોની પ્રાપ્તિ ન થાય તો ભવાંતરમાં નવા ગુણો બહુ જ સુલભ બને છે.
૭. ગુર્વાજ્ઞા આરાધન- ગુર્વાજ્ઞા આરાધન એટલે ગુરુની આજ્ઞાનું પાલન. ગુર્વાજ્ઞાની આરાધના સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ છે. કારણ કે ગુર્વાજ્ઞાની આરાધનાથી ઘણા ગુણોરૂપી રત્નોની પ્રાપ્તિ થાય છે. આથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org