________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— સમાધિમાં રહેલ સાધુ સદા જવામાં=ચાલવામાં ઉપયોગવાળો રહે છે. સાધુ સદા જોઇને પાણી-ભોજન (ગ્રહણ) કરે અને પાન-ભક્ષણ કરે. પાત્રાદિ સંબંધી આગમનિષિદ્ધ આદાન-નિક્ષેપની જુગુપ્સા કરે છે, અર્થાત્ આગમનિષિદ્ધ આદાન-નિક્ષેપ કરતા નથી, કિંતુ આગમમાં જે પ્રમાણે આદાન-નિક્ષેપ કરવાનું કહ્યું છે તે પ્રમાણે (=નિરીક્ષણ પ્રમાર્જનપૂર્વક) કરે છે. સમાધિમાં રહેલ સાધુ અદુષ્ટ મનને અને અદુષ્ટ વચનને પ્રવર્તાવે છે.
વિશેષાર્થ— ઉપયોગથી રહિત જીવહિંસા કરે. જીવહિંસા ન થાય તો પણ ઉપયોગ ન હોય તો જીવહિંસાનું પાપ લાગે. માટે અહીં ‘ઉપયોગવાળો' એમ કહ્યું છે. દરેક ઘરે પાત્રમાં પડેલા આહારનું આહારમાં ઉત્પન્ન થયેલા અને આગંતુક જીવોની રક્ષા માટે ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરવું જોઇએ. વસતિમાં આવ્યા પછી ફરી પ્રકાશવાળાં સ્થાનમાં રહીને પાત્રમાં પડેલા આહારનું ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરવું જોઇએ. પછી પ્રકાશવાળા સ્થાનમાં બેસીને ભોજન કરવું જોઇએ. આ રીતે જોયા વિના ભોજન કરવાથી જીવહિંસા સંભવે. ઉપધિના આદાનનિક્ષેપ નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક કરવા જોઇએ. અશુભ કરાતું મન કાયસંલીનતા હોય તો પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ કર્મબંધ માટે થાય. અશુભ વચનને બોલતો સાધુ જીવોના વિનાશને કરે. આથી સાધુ અશુભ મન-વચનને ન પ્રવર્તાવે. (૨૩૪)
८८
अहस्ससच्चे १ अणुवीइ भासए २ जो कोह ३ लोह ४ भयमेव ५ वज्जए । स दीहरायं समुपेहिया सया मुणी हु मोसं परिवज्जए सिया ॥ २३५ ॥ अहास्यसत्योऽनुविचिन्त्य भाषको यः क्रोध-लोभ- भयमेव वर्जयेत् । स दीर्घरात्रं समुत्प्रेक्ष्य सदा मुनिः खलु मृषापरिवर्जकः स्यात् ॥ २३५ ॥ ७४५ ગાથાર્થ— જે મુનિ હાસ્યનો ત્યાગ કરીને સત્યવાણીવાળો થાય, જે વિચારીને બોલનારો હોય, જે ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે તે જ સાધુ દીર્ઘકાળ' વિચારીને બોલે, જેથી સદા મૃષાવાદનો ત્યાગ કરનારો થાય.
૧. વીર્યરાત્ર=દીર્ઘકાળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org