________________
સંબોધ પ્રકરણ
૩૨૬
(૨૫) કરદોષ– કર એટલે રાજાદિના ટેક્ષ-દાણની માફક ‘અરિહંત ભગવાને કહેલો આ વંદનરૂપી કર પણ અવશ્ય ચૂકવવો જોઇએ'—એમ માનીને વંદન કરવું તે.
(૨૬) મુક્તદોષ– ‘દીક્ષા લેવાથી રાજા વગેરેના લૌકિક કરોમાંથી તો અમે છૂટ્યા, પણ આ વંદનરૂપી કરમાંથી છૂટાય તેમ નથી, અર્થાત્ ક્યારે છૂટીએ ? એમ માની વંદન કરવું તે.
(૨૭) આશ્લિષ્ટાનાશ્લિષ્ટદોષ– પહેલાં ‘અને જા' વગેરે બોલીને બાર આવર્ત કરવાનાં કહ્યાં છે, તેમાં બે હથેલીની નીચે રજોહરણને અને ઉપર લલાટને સ્પર્શ કરવાનું કહ્યું છે. તેને અંગે ચતુર્થંગી થાય છે. ૧. રજોહરણ અને લલાટ બંને સ્થળે હથેલીઓનો સ્પર્શ કરે, ૨. રજોહરણને સ્પર્શે-લલાટને ન સ્પર્શે, ૩. લલાટને સ્પર્શે-રજોહરણને ન સ્પર્શે અને ૪. બંનેને ન સ્પર્શે - એ ચારમાં પહેલો ભાંગો નિર્દોષ છે અને બાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે છે.
(૨૮) ન્યૂનદોષ– વંદનસૂત્રના અક્ષરોનો પૂર્ણ ઉચ્ચાર ન કરવો, અથવા બે અવનત વગેરે પહેલાં કહેલાં પચીસ આવશ્યકો પૂર્ણ ન કરવાંઅધૂરાં કરવાં તે.
(૨૯) ઉત્તરચૂડાદોષ– વંદન પૂર્ણ કર્યા પછી મોટા અવાજપૂર્વક ‘મસ્થળ વંવામિ’ એમ ફરીથી શિખા ચઢાવવાની જેમ વધારે બોલવું તે. (૩૦) મૂકદોષ– મુંગાની જેમ વંદનસૂત્રના અક્ષરો, આલાવા વગેરે મનમાં જ વિચારવા-પ્રગટ બોલવા નહિ (અથવા અવ્યક્ત-સમજાય નહિ તેમ ગણગણ બોલવા) તે.
(૩૧) ઢઢંરદોષ— સૂત્રનો ઉચ્ચાર મોટા અવાજથી કરવો, અર્થાત્ અસભ્ય લાગે તેમ ઘાટા પાડીને સૂત્ર બોલવું તે.
(૩૨) ચૂડલિદોષ– ચૂડલ એટલે સળગાવેલું ઉંબાડીયું. જેમ બાળક ઉંબાડીયાને છેડેથી પકડીને ભમાવે તેમ ઓઘાને છેડેથી પકડીને ભમાવતાં વંદન કરવું તે, અથવા હાથ લાંબા કરીને ‘હું વંદન કરું છું’-એમ બોલતાં વંદન કરવું કે બધા સાધુની સામે હાથ ભમાવીને ‘સર્વને વાંદું છું’ એમ બોલીને વંદન કરવું તે. આ મુજબ ગુરુવંદન કરતાં ઉક્ત બત્રીશ દોષોને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ ગુરુવંદન કરવું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org