________________
૩૨૪ :
* સંબોધ પ્રકરણ મનમાં પ્રસ્વેષ રાખીને વંદન કરવું, અથવા “વંદનીય સાધુ પોતાનાથી ગુણમાં હીન હોય તેથી હું એવા ગુણહીનને કેમ વાંદું? અથવા આવા ગુણહીનને પણ વંદન દેવરાવે છેવિગેરે અસૂયાપૂર્વક વંદન કરવું તે.
(૧૦) વેદિકાબદ્ધદોષ– વંદનના આવર્ત દેતાં બે હાથને બે ઢીંચણની વચ્ચે રાખવા જોઈએ. તેને બદલે ૧. બે હાથ બે ઢીંચણ ઉપર રાખે, ૨. . બે હાથ બે ઢીંચણની નીચે રાખે, ૩. બે હાથ ખોળામાં રાખે, ૪. બે ઢીંચણની (બહાર) પડખે બે હાથ રાખે કે પ. બે હાથ વચ્ચે એક ઢીંચણને રાખીને વંદન કરે, એમ પાંચ પ્રકારે વેદિકાબદ્ધદોષ લાગે છે.
(૧૧)ભયદોષ–વંદન નહિ કરુંતોસંઘમાંથી સમુદાયમાંથી, ગચ્છમાંથી કે આ ક્ષેત્રમાંથી દૂર કરશે-બહાર કરશે” વગેરે ભયથી વંદન કરવું તે.
(૧૨) ભજંતદોષ– “હું વંદનાદિ સેવા કરું છું તેથી ગુરુ પણ મારી સેવા કરે છે અથવા “અત્યારે સેવા કરવાથી, મારી સેવાથી દબાયેલા ગુરુ પણ આગળ ઉપર મારી સેવા કરશે -એમ સમજી થાપણ મૂકવાની જેમ વંદન કરવું તે..
(૧૩) મૈત્રીદોષ– “આ આચાર્યાદિની સાથે મારે મૈત્રી છે માટે વંદન કરવું જોઈએ, અગર વંદન કરું તો મૈત્રી થાય—એમસમજી વંદન કરવું તે.
(૧૪) ગૌરવદોષ- ‘હું ગુરુવંદન કરવું વગેરે વિધિમાં કુશળ છું. એમ બીજાઓ પણ જાણે”, માટે વિધિપૂર્વક આવર્ત વગેરે સાચવીને પોતે વિધિવાળો છે એમ જણાવવા માટે અભિમાનથી વંદન કરે તે.
(૧૫) કારણદોષ- જ્ઞાનાદિ સિવાયની વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ ગુરુ પાસેથી મેળવવા માટે વંદન કરવું. અગર હું જ્ઞાન વગેરે ગુણોથી લોકોમાં પૂજાઉં એવા પૂજાવાના આશયથી જ્ઞાનાદિ ગુણો મેળવવા વંદન કરવું, અથવા વંદનથી વશ થયેલા ગુરુ મારું કહ્યું કરે માટે વશ કરવા વંદન કરું, એવા દુષ્ટ કારણોથી વંદન કરવું તે.
(૧૬) સ્તનદોષ– સ્તન એટલે ચોર; “કોઈ વંદન કરતાં દેખશે તો મને હલકો માનશે-હું નાનો દેખાઇશ—એવા ભયથી ચોરની જેમ બીજા સાધુઓની આડમાં છૂપાઈને કોઈ દેખે-કોઈ ન દેખે તેમ જલદી વંદન કરવું તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org