________________
સંબોધ પ્રકરણ
૩૨૨
(અતિચાર નહિ સેવવા), ૧૨. સમ્યક્ત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવું), ૧૩. ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવાં), ૧૪. આચારોનું પાલન કરવું (દેખાવ માત્ર નહિ કરવો), ૧૫. વિનીત થવું (ક૨વા યોગ્યનો દરેકનો વિનય કરવો)-માન નહિ કરવું, ૧૬. ધૈર્યવાન થવું (દીનતા નહિ કરવી), ૧૭. સંવેગમાં (મોક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવું, ૧૮. માયાનો ત્યાગ કરવો, ૧૯. દરેક અનુષ્ઠાનમાં સુંદર વિધિ સાચવવી, ૨૦. સંવર કરવો (નવો કર્મબંધ બને. તેટલો અટકાવવો), ૨૧. આત્માના દોષોનો ઉપસંહાર કરવો (ઘટાડવા), ૨૨. સર્વ પૌદ્ગલિક ઇચ્છાઓના વિરાગની-ત્યાગની ભાવના કેળવવી, ૨૩. મૂળગુણોમાં (ચરણસિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચક્ખાણ (વધારો) કરવાં, ૨૪. ઉત્તરગુણોમાં (કરણસિત્તરીમાં) પણ સવિશેષ પચ્ચક્ખાણ (વધારો) કરવાં, ૨૫. દ્રવ્ય અને ભાવ ઉભય વિષયમાં (વિવિધ) વ્યુત્સર્ગ (ત્યાગ) કરવો (દ્રવ્યથી બાહ્ય ઉપધિ આદિનો અને ભાવથી અંતરંગ રાગદ્વેષાદિનો ત્યાગ કરવો-પક્ષ તજવો), ૨૬. અપ્રમત્તભાવ કેળવવો, ૨૭. ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, ૨૮. શુભ ધ્યાનરૂપ સંવરયોગ સેવવો, ૨૯. પ્રાણાંત વેદનાના ઉદયે પણ મનમાં ક્ષોભ નહિ ક૨વો, ૩૦. પુદ્ગલના સંબંધનું જ્ઞાન મેળવવું અને તેનો ત્યાગ વધારવા માટે સવિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૩૧. અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું, અને ૩૨. અંતકાળે આરાધના (સંલેખના-નિર્યામણા) કરવી.
૩૨ ગુરુવંદનના દોષો
(૧) અનાદંતદોષ– સંભ્રમપૂર્વક અર્થાત્ આદર વિના ઉત્સુક ચિત્તે વંદન કરવું તે.
(૨) સ્તબ્ધદોષ– આઠ મદને વશ થયેલાએ મદાન્યપણે વંદન કરવું તે. અહીં ૧. મનથી અભિમાની અને શરીરથી અક્કડ, ૨. મનથી અભિમાની અને શરીરથી નમેલો, ૩. મનથી નમેલો છતાં (રોગાદિ કારણે) શરીરથી અક્કડ અને ૪. મન તથા શરીર બંનેથી નમ્ર-એમ ચાર ભાંગા થાય. (તેમાં પહેલા બે ભાંગા દુષ્ટ છે અને ત્રીજો-ચોથો ભાંગો નિર્દોષ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org