________________
૩૧૮
સંબોધ પ્રકરણ
(૨૮) ચારણલબ્ધિ— ૧. જંઘાચારણ— જંઘાચારણ મુનિ રુચકદ્રીપ સુધી જવાની શક્તિવાળા હોય. તે એક જ ઉત્પાતથી રુચકદ્વીપ જાય છે. આવતી વખતે બે ઉત્પાતથી આવે છે. પહેલા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ આવે છે, અને બીજા ઉત્પાતથી જ્યાંથી ગયા હોય ત્યાં આવે છે. એવી રીતે ઊર્ધ્વલોકમાં પણ એક જ ઉત્પાતથી મેરુપર્વતના શિખરે રહેલા પાંડુકવન સુધી જાય છે. આવતી વખતે પહેલા ઉત્પાતથી નંદનવનમાં આવે છે. બીજા ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે.
૨. વિદ્યાચારણ— વિદ્યાચારણમુનિ નંદીશ્વરદ્વીપ સુધી જઇ શકે. તે જતી વખતે એક ઉત્પાતથી માનુષોત્તરપર્વત પર જાય છે. બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ જાય છે. આવતી વખતે એક જ ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે. એ પ્રમાણે ઊર્ધ્વલોકમાં એક ઉત્પાતથી નંદનવનમાં અને બીજા ઉત્પાતથી પાંડુકવનમાં જાય છે. વળતાં એક જ ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે.
આ લબ્ધિઓ અને શાસ્ત્રમાં કહેલી બીજી પણ અનેક પ્રકારની લબ્ધિઓ તપથી પ્રાપ્ત થાય છે. માટે તપનો પ્રભાવ અચિંત્ય છે. તપથી વિષ્ણુમુનિને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઇ હતી.
૨૯ પાપશ્રુતો
પાપના કારણભૂત ૨૯ ગ્રંથો તે પાપશ્રુતો. તે આ પ્રમાણે છે— નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગો, તેમાં ૧.‘દિવ્ય’=વ્યંતરાદિ દેવોના અટ્ટહાસ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૨.‘ઉત્પાત’=રૂધિરના વરસાદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૩.‘આંતરિક્ષ’=આકાશમાં થતા ગ્રહોના ભેદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૪.‘ભૌમ’=ભૂમિકંપ વગેરે પૃથ્વીના વિકારના આધારે ‘આનું આમ થશે' વગેરે ફળ જણાવ્યું હોય, ૫.‘અંગ’ એટલે શરીરની ચેષ્ટા ઉપરથી તેનું ફળ જણાવનાર, ૬. ‘સ્વર’=‘′′’ વગેરે સ્વરોનું સ્વરૂપ (અને પક્ષીઓ વગેરેના સ્વરોનું ફળ) જણાવનાર, ૭.‘વ્યંજન’=શરીર ઉપરના મસ-તલ વગેરેનું ફળ જણાવનાર અને ૮.‘લક્ષણ’=અંગની રેખાઓ વગેરે ઉપરથી તેનું ફળ જણાવનાર. નિમિત્તશાસ્ત્રના આ આઠ અંગોના દરેકના ત્રણ ત્રણ ભેદો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org