________________
પરિશિષ્ટ
"
तदहो परिभवखित्तं चरणभावो वि पायमेएसि । आहच्चभावकहगं, सुत्तं पुण होइ णायव्वं ॥
૨૯૯
(पचंवस्तु० गा०५१ )
અર્થ– આઠ વર્ષથી નીચેનો દીક્ષા લેનાર પરાભવનું ભાજન બને, બાલક હોવાથી જેના તેનાથી પરાભવ પામે, વળી એથી ન્યૂન ઉંમરવાળા બાળકને પ્રાયઃ ચારિત્રના પરિણામ પણ ન થાય. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે ‘એમ કહેવાથી તો સૂત્ર સાથે વિરોધ આવે છે, કારણ કે—છ મહિનાની ઉંમરવાળા શ્રીવજસ્વામી છકાયમાં યતનાવાળા હતા એમ સૂત્રમાં સંભળાય છે, તો ચારિત્રના પરિણામ વિના તેઓ ભાવથી છકાયમાં યતનાવાળા કેમ થઇ શકે ?' તેનો ઉત્તર આપે છે કે—શ્રી વજ્રસ્વામીને અંગેનું સૂત્રવચન કાદાચિત્ક ભાવનું સૂચન છે એમ સમજવું. અહીં ‘અમે પણ પ્રાયઃ' શબ્દથી તે વિરોધ ટાળ્યો છે, તેથી વિરોધ રહેતો નથી.
એમ એક તો આઠ વર્ષથી નીચે પરાભવ થવાનો સંભવ હોવાથી અને બીજું તેને ચારિત્રના પરિણામનો (પ્રાયઃ) અભાવ હોવાથી તેવાને દીક્ષા આપવી નહિ.
બીજી વાત આ પણ છે કે—એથી નાનાને દીક્ષા આપવામાં તેનાથી સંયમની વિરાધના વિગેરે દોષો થાય. જેમ કે—અજ્ઞાનથી તે જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં તપાવેલા લોખંડના ગોળાની જેમ છકાય જીવોનો વધ કરનારો થાય, વળી ‘સાધુઓમાં તો દયા પણ નથી કે જેઓ આવાં નાનાં બાલકોને પણ બલાત્કારે દીક્ષારૂપી જેલમાં પૂરીને તેઓની સ્વતંત્રતાને લૂંટી લે છે.' એમ લોકનિંદા પણ થાય અને માતાને કરવા યોગ્ય એવી તેની સંભાળ (ધોવું-જોવું, વિગેરે) સાધુને કરવી પડે, તે કરવાથી સાધુને સ્વાધ્યાયમાં પણ વિઘ્ન થાય, ઇત્યાદિ કારણોથી એથી ઓછી ઉંમરવાળો દીક્ષા માટે અયોગ્ય સમજવો.
(૨) વૃદ્ધ– સીત્તેર વર્ષથી વધુ ઉંમરવાળો દીક્ષા માટે વૃદ્ધ કહેવાય. બીજાઓ તો કહે છે કે સીત્તેર વર્ષથી પહેલાં પણ ઇન્દ્રિયોની હાનિ (નબળાઇ) થવાથી સાઠ વર્ષની ઉપરનો પણ વૃદ્ધ કહેવાય. (બાળકની
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org