________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૦૫ અભયદેવસૂરિજીએ કષાયકુશીલમાં કલ્પાતીતપણાનું સમર્થન કર્યું છે. પરમાર્થથી તો સામર્થ્ય યોગવાળાને ધર્મસંન્યાસ પ્રવર્તમાન હોય ત્યારે ઉપરના ગુણસ્થાનોમાં જિનકલ્પના અને સ્થવિરકલ્પીના ક્ષાયોપથમિક ધર્મોનો અભાવ થવાથી અને માત્ર આત્મામાં જ સ્થિરતારૂપ ચારિત્રનો યોગ થવાથી કલ્પાતીતપણું જ ઘટે છે. નિર્ગથ અને સ્નાતક કલ્પાતીત છે. કારણ કે જિનકલ્પ અને સ્થવિરકલ્પના (ક્ષાયોપથમિક) ધર્મો તે બેમાં હોતા નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલ જિનકલ્પી કે વિકલ્પી હોય, પણ કલ્પાતીત ન હોય. કારણ કે તેમને ક્ષપકશ્રેણિ ન હોવાથી ધર્મસંન્યાસ ન હોય.
(૫) ચારિત્રદ્વાર–આશ્રવોથી નિવૃત્ત થયેલો આત્મા જેને આચરી શકે તે ચારિત્ર. તે ચારિત્રના સામાયિક વગેરે પાંચ ભેદો પ્રસિદ્ધ જ છે. તેમાં પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે ચારિત્રમાં હોય છે. કષાયકુશીલ યથાખ્યાત સિવાયનાં ચાર ચારિત્રમાં હોય છે તથા નિગ્રંથ અને સ્નાતક થયાખ્યાત ચારિત્રમાં હોય છે.
(૬) પ્રતિસેવનાદ્વાર–પ્રતિસેવના એટલે સંજવલન કષાયના ઉદયથી થતું ચારિત્રાચારની મર્યાદાથી વિપરીત આચરણ. તેમાં પુલાક મૂલોત્તર ગુણોનો પ્રતિસેવી હોય છે. કારણ કે તે બીજો કોઈ દોષ ન લગાડે તો પણ છેવટે યથાસૂક્ષ્મ બનીને માનસિક અતિચારનું સેવન તો કરે છે.
પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોમાંથી કોઈ એકનું સેવન કરનાર મૂલગુણમાં પ્રતિસેવી છે. કોટિસહિત આદિ ભેદોથી ભિન્ન કે નવકારશી આદિ ભેદોથી ભિન્ન પ્રત્યાખ્યાનના કોઈ એક દોષનું પણ સેવન કરનાર ઉત્તરગુણમાં પ્રતિસવી છે, અને આના ઉપલક્ષણથી ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિ આદિ સંબંધી વિરાધનાની પણ સંભાવના છે. બકુશ ઉત્તરગુણોમાં પ્રતિસેવક હોય છે. પ્રતિસેવનાકુશીલ પુલાકની જેમ મૂલઉત્તરગુણોમાં પ્રતિસેવક હોય છે, એમ ભગવતમાં કહ્યું છે. કષાયકુશીલ, સ્નાતક અને નિગ્રંથ અપ્રતિસવી છે.
(૭) જ્ઞાનધાર- પુલોક, બકુશ, પ્રતિસેવનાકુશીલને મતિ-શ્રુત અથવા અવધિ સહિત ત્રણ જ્ઞાન હોય છે. સ્નાતકને એક કેવળજ્ઞાન જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org