________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— સંઘના સંમેલનમાં ભેગા થયેલા જે સાધુઓ ૨સગારવ વગેરે ગારવને આધીન બનીને (વિવાદમાં ન્યાય આપવો વગેરે) કાર્યો સહાયથી કરે છે તે સંઘાત છે, પણ સંઘ નથી.
૨૩૮
વિશેષાર્થ— સહાયથી કરે છે, તે સંઘાત છે, સંઘ નથી– પોતે શિથિલાચારી હોય અને બીજાઓ એ શિથિલાચારમાં સહાયક બનતા હોય. આથી વિવાદમાં ન્યાય આપવાના સમયે સહાયક કરનારા ખોટા હોય તો પણ એમના પક્ષમાં રહે, તે રીતે કોઇ સાધુને અમુક શ્રાવકો સારા આહાર-વસ્ત્ર વગેરે આપવા દ્વારા એમને સહાયક બનતા હોય એથી સહાયક બનનારાઓ ખોટા હોય તો પણ એમના પક્ષમાં રહે, તેવી રીતે કોઇ શ્રાવકો પોતાના ભક્ત હોય, પોતાનો આદર-સત્કાર કરતા હોય એથી વિવાદમાં એના પક્ષમાં રહે.
ગુરુતત્ત્વ વિનિશ્ચયના પહેલા ઉલ્લાસની ૧૪૦મી વગેરે ગાથાઓમાં સંઘ શબ્દનો શબ્દાર્થ જણાવતાં કહ્યું છે કે “માતા-પિતા વગેરે સંસારીઓના સંઘાતને (=સમૂહને) છોડીને અને સંયમસંઘાતને પામીને જ્ઞાન-ચારિત્રના સંધાતને એકઠો=પોતાના આત્મામાં રાખે તે સંધ છે. કારણ કે જે એકઠું કરે તે સંઘ, એવી સંઘ શબ્દની વ્યુત્પત્તિ છે. આનાથી વિપરીત હોય તે સંઘ નથી. સંધમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે રાગદ્વેષથી સમાધાન કરનાર, અથવા ન્યાય આપવાના પ્રસંગે રાગ-દ્વેષથી ન્યાય આપનાર, રાગ-દ્વેષના કારણે જ્ઞાન-ચારિત્રના સંઘાતને છોડી દે છે, અને સંસારીના કારણોમાં પોતાને જોડે છે. આથી પરમાર્થથી તે સંઘ નથી. રાગ-દ્વેષથી અસત્ય ન્યાય આપનાર તીર્થંકરની આશાતના કરે છે. આથી તે બોધિદુર્લભ બને છે. માટે માન-સન્માન કે સુંદર આહારાદિ આપનારાઓમાં કે સ્વજન આદિમાં રાગ કર્યા વિના અને બીજાઓમાં દ્વેષ કર્યા વિના ન્યાય આપવો જોઇએ. (૧૨૬)
जे साहज्जे वट्टइ, आणाभंगे पवट्टमाणाणं । मणवायाकाएहिं समाणदोसं तयं बिंति ॥ १२७ ॥
यः साहाय्ये वर्तते आज्ञाभङ्गे प्रवर्तमानानाम् । મનો-વા-જાયૈ: સમાનદ્દોવું તર્ક ધ્રુવન્તિ ।। ૧૨૭ II
For Personal & Private Use Only
Jain Education International
४६६
www.jainelibrary.org