________________
ગુરુ ગુણ અમૃત ઘુંટડા જેઓ સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ
બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા. જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જિઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં
જીવનભર, રહેવા દ્વારા “આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની
અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના “પરમકૃપાપાત્ર’ બન્યા હતા. જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ” " બન્યા હતા. જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાયવિશારદ' બન્યા હતા' જેઓ : ન્યાય - વ્યાકરણ - કર્મગ્રંથો - યોગગ્રંથો - આગમગ્રંથો -1
સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી “મહાવિદ્વાન્’ બન્યા હતા જિઓ : પદર્શનના સાંગોપાંગ ખેડાણથી “તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા “આગમજ્ઞ’ બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી - આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના
પરમતારક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન
ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે પરમગીતાર્થ' હતા. જેઓ : અનેક અંજનશલાકાઓ - પ્રતિષ્ઠાઓ - છરી પાલિત સંઘો.
ઉપધાનો – દીક્ષાઓ – ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા
દ્વારા પરમ શાસનપ્રભાવક બન્યા હતા. જેઓ : શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો
અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ
કરતી યુવા શિબિર”ના “આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના પરમ ભક્ત' હતા. જેઓ : ચુસ્ત “આચાર સંપન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા “દિવ્યદર્શન” પાક્ષિકના માધ્યમે શુદ્ધ -
સાત્વિક - શાસ્ત્રશુદ્ધ - મોશૈકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના “મહા ઉપકારક' બન્યા હતા. |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org