________________
૨૨૪
કારીગરને ઘેર નિવાસ કર્યો હોય તો પાંચ ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે. તેને ઘેર ભોજન કર્યું હોય તો દશ ઉપવાસથી પવિત્ર થાય છે.
ગૌહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા, સાધુહત્યા, તથા સ્ત્રીહત્યા કરનાર પાપીઓનું અન્ન ભોજન કર્યું હોય તો શ્રેષ્ઠ એવા મુનિઓએ દશ ઉપવાસ શુદ્ધિને અર્થે કહેલા છે.
ઔષધને વાતે ગુરુ આદિનો નિગ્રહ કરવાથી અથવા ઔષધને વાતે પારકાને બંધન કરવાથી મોટા પુરૂષના અભિયોગથી, અને પ્રાણની પીડા દૂર કરવાને અર્થે, જેની જાતિમાં બેસીને જે વસ્તુ ખાવી તથા પીવી ઉચિત નથી તેનું ભક્ષણ કરવાથી જે દોષ થાય તેની શુદ્ધિ ત્રણ ઉપવાસથી થાય.
પ્લેચ્છના દેશમાં રહેવાથી તેમના આગ્રહ કરીને સ્વેચ્છરૂપ થયો હોય, મ્લેચ્છના કેદખાનામાં રહેવાથી, અથવા વસ્તુનું ભક્ષણ કરવાથી, ન પીવાની વસ્તુ પીવાથી, સ્વેચ્છાદિકોની સાથે ભોજન કરવાથી, વિવાહ ઈત્યાદિ કાર્યોથી પરજાતિમાં પ્રવેશ કરવાથી અજ્ઞાનથી મહાહિંસાદિક પાપ કરવાથી માણસ પ્રાયશ્ચિત્તિ થાય છે. તેની શુદ્ધિ વિશોધનથી થાય છે. વિશાધનપ્રાશાસ્વરૂપ વિલ્ય વિશોધન પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ નીચે પ્રમાણે.
વિશોધનનું સ્વરૂપ વિસ્તારથી કહીએ છીએ તે સાંભળો. ત્રણ દિવસ વમન (ઉલટી) કરાવવું, ત્રણ દિવસ રેચ આપવો, વમનના દિવસોમાં લાંઘણ કરવી, રેચના દિવસોમાં યવ (નવ) ચાવવા. ત્યાર પછી સાત દિવસ ભોંય પર સુવારી ઉપર બિરાના લાકડાનો અગ્નિ કરી તાપ આપવો. गावं वृषं च संयोज्य कुर्वीत हलवाहनम् । ज्वलनज्वालने चैव तथा च हलवाहने ॥ ४३ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org