________________
૨૨૨
પેઠે આચરવું, એ પ્રમાણે કરે તો જ શુદ્ધ થાય નહિ તો પંક્તિ બહાર રહે.
બ્રહ્મહત્યાદિક પાપ કરનારાઓની શુદ્ધિનો વિધિ નીચે પ્રમાણે :બત્રીસ ઉપવાસ, પચાસ એકાસણાં, વર્ધમાન તપની આંબલની ઓળી, ગુરુ પાસે આલોચના, પાંચ તીર્થયાત્રા, પાંચ જિનપૂજાઓ, સંઘપૂજા, ગુરુભક્તિ, સ્વામી વાત્સલ્ય, જ્ઞાનનું બહુમાન, જ્ઞાતિનું બહુમાન સાત ક્ષેત્રમાં ધનવ્યય તથા શુદ્ધ ભાવથી પાત્રદાન કરવાથી પવિત્ર થાય છે. નહિ તો તે જ્ઞાતિ બહાર થાય છે અને સર્વથા પ્રકારે જ્ઞાતિએ તે અવશ્ય દંડવા યોગ્ય થાય છે.
આદિ ત્રણ વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય તથા વૈશ્યમાંથી કોઈ પુરૂષે શુદ્રાદિ વર્ણની સાથે ખાવા પીવાનો વ્યવહાર કર્યો હોય તેની શુદ્ધિ નીચે પ્રમાણે કહેલી છે.
એક પૂજા, એક તીર્થયાત્રા, લાગટ નવ આંબલ, પાત્રદાન, સંઘભક્તિ, ગુરુભક્તિ અને જ્ઞાતિદંડ. એટલું કર્યા સિવાય તે પાપમુક્ત થતો નથી. મિથ્યાદૅષ્ટિ એવા શુદ્રે સ્પર્શ કરેલું ભોજન જેના કરવામાં આવ્યું હોય તેને શુદ્ધ થવાને જીનો કહે છે કે- વીશ આમ્બેલ, બાર ઉપવાસ, ત્રીશ એકાસણાં, સંઘસેવા, પાત્રદાન, ગુરુસેવા, ત્રણ તીર્થયાત્રાઓ, જ્ઞાતિભોજન તથા જિનપૂજા, એટલું કરવાથી તે શુદ્ધ થાય છે, નહિ તો જ્ઞાતિ બહાર થાય છે. दुहितृमातृचांडालीसंभोगे पातकं भवेत् ।
तन्नाशार्थं तु पंचाशदुपवासाः प्रकीर्तिताः ।। ३० ।। आचाम्लाश्च त्रयस्त्रिंशद् दश षष्ठा नवाष्टमाः । एकाशनानि पंचाशत् स्वाध्यायस्य तु लक्षकम् ॥३१॥ पंचैव तीर्थयात्राश्च पूजा पंचार्हतामपि । गुरुपूजा संघपूजा पात्रदानादि पूर्ववत् ।। ३२ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org