________________
૨૦૮
સઘળાં અશુભને નિર્મૂળ કરવામાં ચક્રરૂપ નેમિ ભગવાનને હર્ષથી નમીને સ્ત્રી-પુરૂષનો ધર્મ વ્યવહાર અત્રે સંક્ષેપથી વર્ણવાય છે. પૂર્વ પ્રાપ્ય દંડપા ષ્યવળનું વૃત પૂર્વ પ્રકરણમાં દંડ પારૂષ્યનું વર્ણન કર્યું. દંડસ્તુ ધર્મરક્ષાર્થ ખાયતેઽધુનાસ્ત્રીપુરુષધર્મ-પ્રરૂપળાધિ યિતે।। દંડ હમેશાં ધર્મની રક્ષા માટે થાય છે. એટલા કારણ માટે હવે સ્ત્રી-પુરૂષના ધર્મનું પ્રરૂપણ કરાય છે.
पित्रादयः स्वबुद्ध्या यं सुंदरं प्रेक्ष्य कन्यकाम् ।
दद्युः सा निर्गुणं चापि पूजयेद्देववत्तकम् ।। २ ।।
માતા-પિતા પોતાની બુદ્ધિથી ‘આ સારો છે', એમ પરીક્ષા કરીને તેને કન્યા આપે પછી તે ગુણહીન નીવડે તો પણ તે કન્યા એ તેની દેવની પેઠે પૂજા કરવી.
भर्त्राऽपि मिष्टवचनै: संतोष्या सा नवांगना । पक्कान्नदधिदुग्धाद्यैः पोषणीया निरंतरम् ।। ३ ।
સ્વામીએ પણ તે નવી પરણેલી સ્ત્રીને પ્રિય વચનોથી સંતોષવી, તથા પકવાન્ન, દુધ અને દહી વગેરે સારા સારા ભોજનોથી તેનું નિરંતર પોષણ કરવું.
बालत्वे रक्षकस्तातो यौवने रक्षकः पतिः । वृद्धत्वे सति सत्पुत्रः स्त्री स्वाधीना भवेन्नहि ॥। ४ ॥
બાળપણામાં સ્ત્રીનો રક્ષક પિતા, યુવાવસ્થામાં રક્ષક પતિ, વૃદ્ધપણું પ્રાપ્ત થયે રક્ષક સત્પુત્ર, ક્યારેય પણ સ્ત્રીને સ્વતંત્રપણું હોય નહિ. अतीचाराद्बुधैर्नित्यं रक्षणीया कुलांगना । आतुर्यवासरं कस्याप्यास्यं पश्येदृतौ न हि ।। ५ ॥
બુદ્ધિમાનોએ કુલવાન સ્ત્રીનું હમેશાં અતિચારથી રક્ષણ કરવું જોઈએ. તેણે ઋતુ સમયે ચાર દિવસ સુધી કોઈનું પણ મુખ જોવું નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org