________________
૨૦૨
परस्परानुमत्या यो वणिग् वस्तुमहर्घताम् । करोति चेत्समे दंड्याः प्रोक्ता उत्तमसाहसैः ।। ३२ ।।
એક બીજા વ્યાપારીઓ પરસ્પરની અનુમતિથી એક સંપ થઈ વેચવાની વસ્તુ ઓછા ભાવવાળી છતાં મોંઘી કરી નાખે તો તે સઘળા ઉત્તમ સાહસ વડે દંડવા યોગ્ય કહ્યા છે. एवं संक्षेपतः प्रोक्ता साहसस्य च वर्णना । यत्फलज्ञानतो जीवाः स्युस्तत्त्यागसमुद्यताः ।। ३३ ।।
એ પ્રમાણે ટુંકામાં સાહસનું વિવેચન કર્યું કે જેનાથી ફલિત થયેલા જ્ઞાન વડે જીવો તે સાહસનો ત્યાગ કરવાને ઉદ્યમવંત થાય
છે.
इति साहसप्रकरणम् ।
अथ दंडपारुष्यप्रकरणमभिधीयते ।
।
नत्वा नमिजिनं सम्यग् धर्मतीर्थप्रवर्तकम् । वक्ष्यामि दंडपारुष्यं प्रजास्थितिनिबंधनम् ।। १ ।।
ધર્મતીર્થના પ્રવર્તક એવા શ્રી નમિનાથ પ્રભુને રૂડા પ્રકારે નમસ્કારીને પ્રજાઓની સ્થિતિના નિબંધનરૂપ દંડપારૂષ્ય હવે કહીશ. पूर्वप्रकरणे साहसदंडो निरूपितः तत्साहचर्य्याद्दंड - पारुष्यमधुना નિરૂપ્યતે । ગયા પ્રકરણમાં સાહસ દંડનું નિરૂપણ કર્યું, તેની સાથે સાહચર્ય છે માટે અમણાં દંડપારૂષ્યનું સ્વરૂપ નિરૂપણ કરે છે ઃयेनांत्यजोंऽगेन कुधीः कस्यांगं छेदयेत् हठात् । तदंगं छेदयित्वास्य पुरात् कार्यं प्रवासनम् ।। २ ।
કોઈ નઠારી બુદ્ધિવાળો નીચ પુરૂષ કોઈના અંગને બળાત્કારથી કાપી નાખે તો જે અવયવથી તેણે બીજાનું અંગ કાપ્યું તેનો તે અવયવ કાપી નાખી રાજાએ તેને નગર બહાર કાઢી મૂકવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org