________________
૧૫૦ તેને યોગ્ય પગાર આપવો. અને તે કામ પુરાં થયે શરત મુજબ આપવું.
મથ મૃત્યુv૩માદ છે હવે ચાકરના દંડના સંબંધમાં કહે છે :सम्प्राप्ते वेतने भृत्यः स्वकं कर्म करोति न । द्विगुणेन च स दण्ड्योऽप्राप्ते भृतिसमेन च ।। २१ ॥
પગાર પ્રથમથી લીધો છે છતાં જે ચાકર પોતાને સોપેલું કામ કરતો નથી, તે બમણા દંડને પાત્ર છે. પ્રથમથી ચાકરીના બદલામાં પગાર લીધો ન હોય તે પણ સોપેલું કામ ન કરે તો તે કરેલા પગારના દ્રવ્ય બરોબર દ્રવ્યના દંડને પાત્ર છે. अनेकसाध्ये कार्ये तु देयं भृत्याय वेतनं । यथाकार्यं तथासिद्धे सिद्धे देयं यथाश्रुतं ॥ २२ ॥
અનેક વડે સાધ્ય થતું હોય તેવા કાર્યમાં જો કાર્ય સિદ્ધ ન થાય તો નોકરને કાર્ય પ્રમાણે પગાર આપવો અને કાર્ય સિદ્ધ થયે પરડ્યા મુજબ દ્રવ્ય આપવું. भाण्डं तु नाशयेत्किं चित्प्रमादात् भारवाहकः । तन्मूल्यप्रमितं द्रव्यं दापयेत्स्वामिनं नृपः ।। २३ ॥ प्रस्थाने नियतो भृत्यो लग्ने विजकरो भवेत् । भृतिद्विगुणदण्ड्यः स दोषो हि बलवत्तरः ॥ २४ ।। दण्ड्यः सप्तमभागेन लग्नात्पूर्वं परित्यजन् । मार्गे तु त्रयभागेन विना व्याध्यादिकारणम् ।। २५।।
ભાર ઉંચકનારો મજુર પોતાની ગફલતથી ઉંચકેલા વાસણો ભાગી નાખે તો રાજાએ તે વાસણની કીમત મજુર પાસેથી માલિકને અપાવવી. પ્રસ્થાનમાં જોડાયેલો નોકર મુકરર કરેલા વખતે વિઘ્ન કરનારો થાય તો તેના કરેલા મૂલ્યથી તે બમણા દંડને પાત્ર થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org