________________
૧૪૦ પાસ હદ નક્કી કરવાને નીકળવું. તેઓ જે હદ નક્કી કરે તે પ્રમાણે હદ ઓળખવાને રાજાએ પૂર્વે કહ્યાં તેવાં નિશાન કરી આપવાં. ___अत्र ग्रामभूमिपपदस्योपलक्षणेन ग्रामसीमानिर्णये समन्ताद्ग्रामाधिपाः क्षेत्रसीमाविवादे समन्तात् क्षेत्राधिपा देशसीमासंवादे समन्ताद्देशाधिपा गृहसीमाविवादे पार्श्ववर्तिगृहाधिपाश्च स्थाप्यास्तेषां रक्तवस्त्रधारणं तु बहुलोकसमक्षं विलक्षणवेषण तत्कार्यं कुर्वतां लजया मृषाभाषणं न स्यादित्यर्थः यत्रैतेऽपि न सन्ति तत्र वनवासिनो व्याधभिल्लगोचारकादीन् समाहूत्र पृष्ट्वा च तत्वनिर्णयः कार्य इति विशेषः ॥
ઉપરના શ્લોકમાં ‘ગ્રામ ભૂમિપ' કહ્યા છે તે પરથી નીચે પ્રમાણે વ્યવસ્થા સમજી લેવી.
ગામોમાં સીમાડાની હદ નક્કી કરવી હોય તો ચારે પાસના ગામ ધણીઓને બોલાવવા. ખેતરની હદ નક્કી કરવી હોય તો ચારે પાસનાં ખેતરના ધણીઓને બોલાવવા. દેશની હદ નક્કી કરવી હોય તો ચારે પાસના દેશ ધણીઓને બોલાવવા અને ઘરની બાબતની તકરાર હોય તો ઘરની પાસે રહેતા પાડોશીઓને બોલાવી હદ નિર્ણય કરાવવો. બહુ લોકની સમક્ષ તેમને રક્ત વસ્ત્ર ધારણ કરી અને વિલક્ષણ વેશ વડે કરીને તે કાર્ય કરતાં તેમને લજ્જા આવવાથી મિથ્યા ભાષણ ન કરે એટલું તાત્પર્ય જણાય છે.
જ્યારે તેવા પણ ન મળે ત્યારે તે વનમાં રહેનારા, પારધિ, ભિલ્લ અને ગાયો વગેરે ચારનારા ગોવાળિયાઓને બોલાવી તેમની સાક્ષીથી ન્યાયાધીશે નિર્ણય કરી લઈ હદ નિશાન કરી આપવાં એટલો વિશેષાર્થ છે. પણ વિવિદ્વાનું ભૂમિપુ નિયાર્થઅપાયHE | જે પૃથ્વી-એટલે ખેતરોમાંથી બાણ વગેરે નિશાનીઓ નિર્મૂળ થઈ ગઈ હોય તેવી જમીનની હદ નક્કી કરવાનો ઉપાય દર્શાવે છે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org