________________
૧૧૯ पितुर्मातुर्द्वयोःसत्त्वे पुत्रैः कर्तुं न शक्यते । पित्रादिवस्तुजातानां सर्वथा दानविक्रये ।। ८४ ॥
માતા-પિતા બને યાદ હોય તો વડિલોપાર્જિત વસ્તુઓનું પુત્રો સર્વથા પ્રકારે વેચાણ કે દાન કરી શકે નહિ. નનુ ગૌરસો दत्तको वा यदि प्रतिकूलः स्यात्तर्हि मातृपितृभ्यां किं
વ્યમિત્યાદા ઓરસ અથવા દત્તક પુત્ર જો માતા, પિતાથી પ્રતિકૂલ ચાલે તો તે માતા પિતાએ કેમ કરવું તે કહે છે :पितृभ्यां प्रतिकूलःस्यात्पुत्रो दुष्कर्मयोगतः । ज्ञातिधर्माचारभ्रष्टोऽथवा व्यसनतत्परः ।। ८५ ॥ संबोधितोऽपि सद्वाक्यैर्न त्यजेदुर्मतिं यदि । तदा तद्वृत्तमाख्याय ज्ञातिराज्याधिकारिणः ॥ ८६ ।। तदीयाज्ञां गृहीत्वा च सर्वैः कार्यो गृहाद्वहिः । तस्याभियोगः कुत्रापि श्रोतुं योग्यो न कर्हिचित् ॥८७।। पुत्रीकृत्य स्थापनीयोन्यं डिंभं सुकुलोद्भवम् । विधीयते सुखार्थं हि चतुर्वर्णेषु संततिः ॥ ८८ ॥ " નઠારાં કર્મના યોગથી પુત્ર માતા પિતાથી પ્રતિકુલ ચાલનારો થાય, જ્ઞાતિ ધર્મના આચાર થકી ભ્રષ્ટ થાય, અથવા નઠારા વ્યસનમાં પડે, તેનાં તેવાં આચરણને લીધે સુવાક્યોથી રૂડે પ્રકારે તેને બોધ કરવામાં આવે તેમ છતાં જો તે પોતાની પાપબુદ્ધિનો ત્યાગ ન કરે તો તેનાં આ નઠારાં આચરણ સંબંધી સઘળી હકીક્ત જ્ઞાતિને તથા રાજ્યના અધિકારીને જાહેર કરી તેમની આજ્ઞા લઈ તે સર્વેએ તેને ઘર બહાર કાઢી મૂકવો, તેવી રીતે ઘર બહાર કાઢી મૂકેલા પુત્રની અરજી ક્યારેય પણ કોઈએ સાંભળવી નહિ. તે કાઢી મૂકેલા પુત્રની જગ્યાએ બીજો સારી કુલમાં ઉત્પન્ન થયેલો બાળક પુત્ર કરીને સ્થાપન કરવો. અવશ્ય સમજવું કે ચારે વર્ણને વિષે સંતતિ સુખને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org