________________
૧૧૭
भूतावेशादिविक्षिप्तात्युग्रव्याधिसमन्विता । वातादिदूषितांगा च मुकांधास्पष्टभाषिणी ।। ७७ ।। मदांधा स्मृतिहीना च धनं स्वीयं कुटुंबकं । त्रातुं न हि समर्था या सा पोष्या ज्येष्ठदेवरैः ।। ७८ ।। भ्रातृजैश्च सपिंडैश्च बंधुभिर्गोत्रजैस्तथा ।
ज्ञातिजै रक्षणीयं तद्धनं चातिप्रयत्नतः ।। ७९ ।।
ભૂત પિશાચાદિની પીડાથી વિક્ષિપ્ત ચિત્તવાળી અગર ભયંકર રોગથી પીડાતી અથવા વાયુ ઈત્યાદિ રોગથી દૂષિત અંગવાળી, મુંગી, આંધળી, બોબડી, મદમાં આંધળી થયેલી, વિસ્મરણવાળી, એવી વિધવા, કુટુંબનું તથા પોતાના ધનનું રક્ષણ કરવાને અસમર્થ હોય તો તેવી સ્ત્રીનું જેઠ તથા દીયરોએ પોષણ કરવું. તેમને અભાવે ઉત્તરોત્તર ભત્રીજા, સપીંડો, બંધુવર્ગ, ગોત્રીઓ તથા જ્ઞાતીલાઓએ તેના ધનનું સારી રીતે રક્ષણ કરવું. અત્રાપ્યસત્યેન પ્રતિભૂતતા વા પૂર્વામાવે પિિત નોધ્યું। આ સ્થળે અભાવથી અથવા પ્રતિકુલતાથી પ્રથમ ન હોય તો બીજાએ રક્ષણ કરવું, એ પ્રકારે જાણી લેવું. નન્નનપત્ય विधवाधनग्रहणे तत्पितृपक्षीयानामपि कोप्यधिकारोऽस्ति न वेत्याह ।। સંતતી વિનાની વિધવાનું ધન ગૃહણ કરવાનો અધિકાર તેનાં માબાપ તરફનાં સંબંધીઓને છે કિંવા નથી તે કહે છે :
यच्च दत्तं स्वकन्यायै यज्जामातृकुलागतम् । तद्धनं न हि गृह्णीयात् कोपि पितृकुलोद्भवः ।। ८० ।। किंतु त्राता न कोपि स्यात्तदा तां तद्धनं तथा । रक्षेत्तस्या मृतौ तच्च धर्ममार्गे नियोजयेत् ।। ८१ ।।
જે ધન કન્યા દાનમાં અપાયું હોય અને જે જમાઈના કુલમાંથી આવ્યું હોય તે ધન વિધવાના પિતાના કુલમાં ઉત્પન્ન થયેલા કોઈએ લેવું નહિ. જો કદાપિ તે વિધવાનું કોઈ રક્ષણ કરી શકે તેમ ન હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org