________________
કલ્પસૂત્ર
குகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
પરિભોગની વસ્તુઓ જરૂર કરતાં ઘણી વધારે રાખવી એ પાંચ અતિચાર દોષ આઠમાવ્રતમાં લગાડવા નહીં.
(૯) નવમું સામાયિકવ્રત - એટલે જેમાં સમભાવની સાધના થાય, અથવા જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મહાન ગુણોનો લાભ થાય તે વ્રત. એમાં પાપ કાર્યોનો ત્યાગ અને નિષ્પાપ એટલે પુણ્ય કાર્યોનું આરાધન કરવાનું. એ વ્રતમાં (૧) મનથી દુર્ધ્યાન કરવું, (૨) વચનથી ૐ પાપકારી બોલવું, (૩) કાયાથી પુંજ્યા પ્રમાજર્યા વિના પાપ દોષ લાગે તે રીતે વર્તવું, (૪) સામાયિક ન કરવું (પ) અસાવધાનપણે સામાયિક કરવું. એ પાંચ અતિચાર દોષ
નવમાવ્રતમાં લગાડવા નહીં.
Jain Education Internatio
(૧૦) દશમું દેશાવગાસિકવ્રત - એમાં દિશાનું પરિમાણ જે છઠ્ઠા દિશિવ્રતમાં કરેલ હોય તે દ૨૨ોજ સંક્ષેપીએ તથા વ્રતોતણા નિયમ સંક્ષેપીએ એવી પ્રતિજ્ઞા લઇ પાળીએ. એ વ્રતના (૧) ધારેલ ભૂમિ બહારથી વસ્તુ મંગાવવી, (૨) ધારેલ ભૂમિ બહાર વસ્તુ મોકલવી (૩) સાદ કરી ખોંખારો કરી ધારેલ ભૂમિ બહારથી વસ્તુ મંગાવવી (૪) રૂપ દેખાડી ધારેલ ભૂમિ બહારથી ૐ વસ્તુ મંગાવવી (૫) કાંકરા આદિ કોઇ વસ્તુ ફેંકી પોતાપણું જણાવવું. એ પાંચ અતિચાર દોષ
દશમાવ્રતમાં લગાડવા નહીં.
குகு
For Personal & Private Use Only
વ્યાખ્યાન
(૧૧) અગિયારમું પૌષધવ્રત - ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ ચાર પ્રકારે છે. (૧) ચાર પ્રકારના આહારનો સર્વથી અથવા દેશથી ત્યાગ કરવો (૨) સર્વથા સ્નાનાદિ શરીર સુશ્રુષા અને શોભાનો ત્યાગ કરવો (૩) સર્વથા મૈથુનનો ત્યાગ કરવો (૪) સર્વથા પાપકારી સાંસારિક વ્યાપારાદિ વ્યવહારનો ત્યાગ કરવો. એ ચાર પ્રકારે પ્રતિજ્ઞા લઇ આઠ પહોરનો અથવા ચાર પહોરનો પૌષધ કરવો. એ વ્રતમાં (૧) શય્યા, ઉપાશ્રય. સંથારો, સંથારાની ભૂમિની પ્રતિલેખના દષ્ટિ નિરીક્ષણ કરેલ ન હોય (૨) એને સારી રીતે પોંજ્યા પ્રમાજર્યા ન હોય (૩) મલ મૂત્ર (F ત્યાગ કરવાની ભૂમિની દષ્ટિ નિરીક્ષણા પ્રતિલેખના કરી ન હોય (૪) અથવા એને સારી રીતે ૪૮
www.jainslrary.cfg