________________
કલ્પસૂત્ર
குழுகுழுழுழுகுகுகுகுகுகுகுகுகுகுகுகுY
Jain Education International
(૧) પહેલા પ્રાણાતિપાતવિરમણવ્રતમાં કોઇ પણ અપરાધ વિનાના ત્રસ જીવોને મારી નાખવાની બુદ્ધિથી મારવા નહીં. ધંધો રોજગાર કરતાં કે રસોઇ આદિ કામકાજ કરતાં જીવ વિરાધના થાય, તેની આ વ્રતમાં જ્યણા; ત્રસ જીવો તે બે ઇન્દ્રિયવાળા-અળસિયા, કૃમી, પોરા વગેરે. ત્રણ ઇન્દ્રિયવાળા-કીડી, મંકોડા, માંકડ, જૂ, ઈયળ, ધનેડાં વિગેરે. ચાર ઇન્દ્રિયવાળા વીંછી, ભમરા, માખી, મચ્છર, ડાંસ, મક્કડ, વાંદા વગેરે. પાંચ ઇન્દ્રિયવાળા-મનુષ્ય, પશુ, પક્ષી, મત્સ્યાદિ એવા ત્રસ એટલે હાલતા ચાલતા જીવોને અપરાધ વિના મારી નાખવાની બુદ્ધિથી મારી નાખવા નહીં. એવી પ્રતિજ્ઞા કરી તેને પાળતા રહેવું. એ વ્રતમાં (૧) બંધે – મનુષ્ય તથા પશુ આદિ જીવોને ગાઢ બંધનથી બાંધવા. (૨) વહે - જીવોને આકરો પ્રહાર કરી ઘાયલ કર્યા હોય કે વધ થઇ ગયો હોય. (૩) છવિચ્છેએ - જીવોના નાક, કાન, પૂંછડાં વગેરે અંગોને કાપ્યાં હોય. (૪) અઇભારે – બળદ, ઘોડા, ઊંટ વગેરે ઉપર અતિભાર નાખી ચલાવ્યા હોય. (૫) ભત્તપાણવુચ્છેએ પોતાના આશ્રિત મનુષ્યો અને પશુઓને સમય પ્રમાણે ખોરાક પાણી આપ્યા ન હોય અથવા ખાવા પીવાનું આપ્યું ન હોય. એ પાંચ અતિચાર દોષ પહેલા વ્રતમાં લગાડવા નહીં.
-
(૨) બીજા સ્થૂલમૃષાવાદવિરમણવ્રતમાં અહીં જણાવ્યા પ્રમાણેના પાંચ મોટા ખોટા બોલવાની પ્રતિજ્ઞા કરવી અને તે પાળવી. (૧) કન્નાલીએ - કન્યાઆદિ બે પગવાળા માટે સારાને ખરાબ અને ખરાબને સારા કહી સંગપણ વિવાહ આદિ કાર્ય કરવા (૨) ગોવાલીએ - ગાય વિગેરે ચાર પગવાળા માટે વેંચાણ આદિના પ્રસંગે થોડા દૂધવાળાને વધારે દૂધવાળા કહેવા, ખરાબને સારા કહેવા (૩) ભૂમાલીએ – પારકી જમીન મકાનાદિને પોતાના કહેવા. (૪) નાસાવહારે - પારકી ચીજ વસ્તુ કે દાગીના વિગેરે થાપણ પોતાની પાસે હોય, છતાં મારી પાસે નથી એમ કહેવું. (૫) કુડસખિજ્જે - લાંચ લઇ અથવા દ્વેષબુદ્ધિથી ખોટી સાક્ષી આપવી. એ પાંચ મોટા ખોટા ન બોલવા માટે પ્રતિજ્ઞા લઇ પાળવી. એ બીજા વ્રતમાં (૧) વગર વિચાર્યે
For Personal & Private Use Only
குழுழுழு
குகுகு
વ્યાખ્યાન
૧
૪૩
www.jainelibrary.org