________________
AS
કલ્પસૂત્ર)
1794454941414141414141414141454
શ્રાવકોએ પણ આઠ દિવસ અમારી પળાવવી, જિનમંદિરે અઠ્ઠાઇ મહોત્સવ કરવો છઠ્ઠ, માંડણી અટ્ટમ, અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા શક્તિ પ્રમાણે કરવી, બધા ચૈત્યોને જુહારવા, બધા સાધુ- જી. સાધ્વીઓને વંદન કરવું, અખંડિત પણે સુપાત્રમાં દાન દેવું, સંઘ ભક્તિ કરવી, શ્રીફળ, બદામ, પતાસા, વિગેરેની પ્રભાવના કરવી, સચિત્તનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું, આરંભના કાર્યો તજવા, શક્તિ પ્રમાણે દ્રવ્ય વાપરવું, શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી, અભયદાન દેવું, કર્મ ક્ષય નિમિત્તે કાઉસ્સગ્ન કરવા, દરરોજ બન્ને ટાઇમ પ્રતિક્રમણ કરવું, શુભ ભાવના ભાવવી, અરિહંતાદિ પંચ દે પરમેષ્ઠિનો સતત જાપ કરવો, મોટો મહોત્સવ કરવો, સામાયિક પૌષધ કરવા, વિધિપૂર્વક કલ્પસૂત્ર ? સાંભળવું.
આ કલ્પસૂત્રમાં શ્રી મહાવીરચરિત્ર બીજ સરખું છે. શ્રી પાર્શ્વનાથચરિત્ર અંકુર સરખું છે. શ્રી નેમનાથચરિત્ર થડ સરખું છે. શ્રી ઋષભદેવચરિત્ર શાખા સરખું છે. સ્થવિરાવલિ પુષ્પ સરખી જી) છે. સાધુ સમાચારી સુગંધ સરખી છે, અને ફળ તો મોક્ષ છે. આ કલ્પસૂત્રને વાંચવાના અધિકારી ગુરુઓ છે અને સાંભળવાનો અધિકારી ચતુર્વિધ શ્રી સંઘ છે. જ્યાં સાધુ મહારાજ ન હોય ત્યાં શ્રી કલ્પસૂત્રના ભાષાંતરને વ્રતધારી શ્રાવકો પણ વાંચી આપે એવી પ્રવૃતિ હાલમાં છે.
પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં પ્રારંભના દિવસોમાં ગુરુએ શ્રી પર્યુષણાષ્ટાબ્દિક ટે વ્યાખ્યાન વાંચવાનું, શ્રાવણ વદિ અમાવાસના શ્રી કલ્પસૂત્રની માંડણી (પીઠિકા) વાંચવી. પછી એ દિવસે શ્રાવકોએ મોટા મહોત્સવપૂર્વક શ્રી કલ્પસૂત્રની પોથી કોઇ ભાવિકને ઘરે લઈ જઈ ત્યાં
ચંદરવા પુઠીઓ વગેરેથી શણગારેલ સ્થાનમાં ઉંચા સ્થળે પધરાવી રાત્રીએ ધર્મ જાગરણ કરાવવું. કે બીજે દિવસે ભાદરવા સુદિ એકમના સવારના મોટા સમારોહપૂર્વક શ્રી કલ્પસૂત્રનો વરઘોડો HD
ગામમાં ફેરવી ગુરુ મહારાજ પાસે આવી શ્રી કલ્પસૂત્ર વાંચવા માટે ગુરુશ્રીને સમર્પવું અને
વિધિપૂર્વક સાંભળવું. ગુરુવર્ય શ્રી માંગલિક કરી પ્રારંભમાં મંગલરૂપ આ ગાથા દરરોજ કહીને 9) શ્રી કલ્પસૂત્ર વાંચે.
4444444444444444444
w
ebryong
For Personal P
Use Oy