________________
Jain Education International
તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. સા. ની સંક્ષિપ્ત જીવન ઝરમર
મોટાઓની ચતુરાઈ કોઈ અપૂર્વ હોય છે...... મોટાઓની સહનશીલતા અદ્રિતીય હોય છે...... મોટાઓની ધીરતા એલૌકિક હોય છે......
મોટાઓની સ્થિરતા અનુપમ હોય છે...... મોટાઓની ગંભીરતા અનુત્તર હોય છે....... મોટાઓની નિઃસ્પૃહતા ગજબની હોય છે....... મોટાઓની શીતળતા અનન્ય પ્રકારની હોય છે...... મોટાઈ સાથે મહાનતા જ્વલેજ જોવા મળે.......
આવા અનેક ગુણોના સ્વામિ એવા ગુણભંડાર, શાસનસમ્રાટ, તપોનિધિ, અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ ના પટ્ટધર તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ.......!
કચ્છનો એ પ્રદેશ ........!
જે જૂનાગઢ ગરવા ગિરનારની સ્મૃતિને આણી દે તેવા પર્વતોની પંક્તિઓના પ્રદેશમાં નખત્રાણા તાલુકામાં કોટડા (રોહા) ગામના પાસડ ગોત્રીય ગણીં ખીયર્શી અને શ્રાવિકા સુંદરબાઈ ભદ્રપરિણામી હતા, વિ. સ. ૧૯૮૮ના ભાદરવા સુદ પૂનમે પૂનમના ચાંદ સમા પુત્રરત્નનો જન્મ થયો. એજ પુત્ર રત્ન ગોવિંદભાઈ નામધારી ભરયૌવને માતા-પિતાના સંસ્કારોને અજવાળતા મુંબઈ લાલવાડીમાં વિ. સ. ૨૦૧૪ના માગસર સુદ ૧૦ના દિને મુનિપણું સ્વીકારી અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી. ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાનું શિષ્યપણું સ્વીકાર્યું. ગોવિંદમાંથી બન્યા મુનિશ્રી ગુણોદયસાગરજી.
Levevel
For Personal & Private Use Only
www.jainslturary/cfg