________________
Jain Education International
૧૬ વર્ષની વયે કેટલીક બહેનો સાથે સમેતશિખરજી તીર્થની યાત્રાએ ગયા. બહેનો ઘણો ત્રાસ આપતી છતાં સમતાની પ્યાસ દ્વારા તેઓ ભક્તિમાં લીન રહ્યા. બહેનો ગાળ આપે તો ગોળ માનીને પી જતા. બચપણથી જ તિતિક્ષાની દીક્ષા આ પ્રસંગમાં મેળવી.
રસોઈમાં માતાજીને સહાયક બનતા, ગરમાગરમ ઉકળતા તેલની કડાઈમાંથી તેલના છાંટા શરીર પર ઉડતા આખા શરીરે દાઝી ગયા. ત્યાં એમની પ્રતિજ્ઞાની અડગતા છતી થઈ. ચોવિહારનો સમય હતો. બેભાન થઈ ગયા અને જાગૃત થયા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. ચોવિહારનો નિયમ એટલે નિયમ. બાહ્ય ઉપચાર કરવા દીધા પણ પોતાનો નિયમ ન જ તોડયો. લીધો ગાંગજીભાઈએ મહાભિનિષ્ક્રમણનો પંથ... બન્યા શાસનના નિગ્રંથ ....
મુંબઈમાં ધંધો કરતા કરતા પણ સત્સંગ, પ્રવચન શ્રવણ, સૂત્ર કંઠસ્થીકરણ, જ્ઞાનની અદ્ભૂત લગની, તપ પ્રત્યેનો પ્રેમ આ બધાએ ગૃહસ્થજીવનમાં ગુણાકાર પર ગુણાકાર માંડયા. તેમાં વૈરાગ્ય જાગૃત થતાં નિયમ લીધો કે જ્યાં સુધી સંયમ ન મળે ત્યાં સુધી એકાસણા કરવા. એ નિયમની કસોટી થઈ. ત્રણ ત્રણ વર્ષ સુધી પ્રતિજ્ઞાની પરીક્ષામાં પાસ થઈ વડીલોની સંમતિપૂર્વક સંયમ પંથે વિહર્યા ... ગુણનિષ્પન્ન એવું નામાભિધાન થયું મુનિ શ્રી ગુણસાગરજી મહારાજ.
દાદા સાહેબની અદ્ભૂત સેવા
ગચ્છાધિપતિ પૂ. આ. ભ. દાદા સાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ની સેવા એમણે ૧૯૯૩ થી ૨૦૦૯ સુધી દિલોજાનથી કરી. દાદા સાહેબ તથા પૂ. ગુરૂદેવ શ્રી ગણિવર્ય શ્રી નીતિસાગરજી મ. સા.ની એક બાજુ સેવા અને વૈયાવચ્ચમાં લીન તો બીજી બાજુ જ્ઞાનપ્રાપ્તિ માટે બન્યા શ્રુતસાગરમાં મીન. ત્રીજી બાજુ કચ્છમાં સવાર-બપોર બે વખત પ્રવચન આપી કરતા શ્રોતાઓને તલ્લીન. આવી સતત પરિશ્રમ અને જહેમત માંગી લે એવી પરિસ્થિતિમાં પણ મુનિ શ્રી ગુણસાગરજી મહારાજે જે જ્ઞાનની ધુણી ધખાવી તે શબ્દોમાં લખી ન શકાય, માત્ર પાંચ જ વર્ષમાં એવા પારંગત બન્યા કે દાદા સાહેબની પ્રેરણાથી વિવિધ રચનાઓ કરવા માંડયા.
For Personal & Private Use Only
www.jaineeltory cog