________________
તેજસ્વી, તપસ્વી અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાનું ઓજસ્વી વ્યક્તિત્વ - યશસ્વી, કૃતિત્વ
' (ટૂંક જીવન પરિચય) ગુણોના ઘૂઘવતા સાગરને કાગળરૂપી ગાગરમાં સમાવવો હોય તો એ કેટલું અઘરું છે. એ જ્યારે આપણે લખવા બેસીએ ફT તો આપણને ખ્યાલ આવે ! આપણા પરમોપકારી વાત્સલ્યવારિધિ ... જીવન નૈયાના સુકાની ... ભવોદધિ તારક ... શાસનસમ્રાટ ... અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાના યશસ્વી અને ઓજસ્વી જીવન જવાહરનો જો પરિચય આપવો હોય તો શું લખવું ને શું ન લખવું? એ વિચાર પહેલા આવે .... કચ્છ દેઢિયા તીર્થના એ મહાસંત સમસ્ત હિન્દુસ્તાનમાં કેવો અજબગજબનો પ્રભાવ પાથરી ગયા !!! મૃતપ્રાયઃ પ્રાણોમાં ચૈતન્યને કેવાં જોમપૂર્વક ધબકાવી ગયા !!! જે અચલગચ્છને પ્રાયઃ કોઈ ઓળખતું નહીં ... જે કચ્છના પ્રદેશને કોઈ જાણતું નહીં એ ગચ્છ-કચ્છને ભારતના નકશામાં એકદમ જોરદાર ચમકાવી દીધું
એ પૂજ્યશ્રીનું સંસારી નામ ગાંગજીભાઈ .. રત્નકુક્ષી માતા ધનબાઈ .... ધર્મવીર પિતા લાલજીભાઈ દેવશી છેડા .... કચ્છની ધરાના અજ્ઞાનરૂપી અંધકારને ઉલેચવા એ શાસન માતાની કુક્ષીએ જન્મ લઈ કચ્છના કોહિનૂર બન્યા તો ભારતના દિવાકર બન્યા .... સંસ્કારદાત્રી માં બાળપણથી ગાંગજીભાઈને કહેતી “બેટા ! તું દીક્ષા લેજે. મારું કુળ અજવાળજે. મને બધા મહારાજની મા કહે તો મને કેટલો આનંદ થાય.” જેમ માતા જીજાબાઈએ નાનપણથી જ શિવાજીમાં પરાક્રમના યશોગાન રેયા તેમ આ શાસનમાતાએ એવાં સંસ્કારના ચંદન પાયા જેની શીતલતા આપણે સહુએ માણી .... અદ્ભુત ઘટનાઓના વમળમાંથી શાસનના કમળમાં
૧૪ વર્ષની વયે શીતળાના ભયંકર રોગમાં બેભાન થયા. ત્યારે મૃત્યુ પામેલા જાણી કુટુંબીજનોએ સ્મશાનયાત્રાની તૈયારી પણ આરંભી દીધી. પણ શાસનદેવીની અદ્રય સહાયતાએ ગાંગજીભાઈનો દેહસંચાર જાણી બધા ખુશ થઈ ગયા . ને જુઓ કુદરતનો કરિશમા કે એ ગાંગજીભાઈ મરણપથારીએથી ગચ્છની ગાદીએ બિરાજયા. ગાંગજીભાઈના જીવનમાં સ્મશાનયાત્રાના
પ્રસંગથી જ વૈરાગ્યના બીજ વવાઈ ગયા. LSLSLSLSLSLSLSLELLELELELELELELELELSLSLSLSLSLSLSLSLSLSLSLSLLLCLCLCUZT
યથારીરિપULTUTUTUTITUTERDUETTER TET-TETNAGEMESSAGE
Jan Education international
For Personal
Private Lise Only