________________
વ્યાખ્યાન
-
திருகுருருருரு
કલ્પસૂત્ર કે ચાતુર્માસ રહેલા અને નિત્ય છઠ્ઠતપ કરનારા સાધુઓને બે વાર ભાત પાણી લેવા માટે
ગૃહસ્થના ઘરે જવું આવવું કલ્પ.
ચાતુર્માસ રહેલા અને નિરંતર અઠ્ઠમતપ કરનારા સાધુઓને ત્રણવાર ભાત પાણી માટે ગૃહસ્થના ઘરે જવું આવવું કહ્યું. - ચાતુર્માસ રહેલા અને નિરંતર અઠ્ઠમતપથી વધારે તપ કરનારા સાધુઓને બધા અવસરે
એટલે જેટલા વખત આહાર પાણીની જરૂર જણાય તેમને તેટલા વખત ગૃહસ્થના ઘરે ભાત પાણી છે માટે જવું આવવું કલ્પ છે.
ચાતુર્માસ રહેલા અને નિરંતર એકાશન કરનારા સાધુઓને આચારાંગ સૂત્રમાં કહેલા એકવીશ પ્રકારનાં પાણી લેવાં કહ્યું છે. એ આચારાંગ સૂત્રમાં કહેલા એકવીશ પ્રકારના પાણી G) આ પ્રમાણે છે. –ઉત્તેદિમ, સંસ્વેદિમ, તંદુલાદક, તુષોદક, તિલોદક, જવોદક, આયામ, સોવીર,
શુદ્ધવિકટ, અંબય, અંબાડક, કપિત્થ, માતુલિંગ, દ્રાક્ષ, દાડમ, ખજૂર, નારિયેળ, કયર, બોરજલ, આમલક, અને સિંચાનું પાણી એમ એકવીશ પાણી જાણવાં.
ચોમાસુ રહેલ એકાંતરા ઉપવાસ કરનારા સાધુને ઉર્વેદિમ એટલે આટા વગેરેથી ખરડાયેલા હાથ આદિના ધોવણનું પાણી, સંસ્વેદિમ એટલે પાંદડા વગેરે ઉકાળીને ઠંડા પાણીથી છાંટીએ એ જી) પાણી તથા ચોખાના ધોવણનું પાણી એ ત્રણ પ્રકારના પાણી કલ્પ.
ચાતુર્માસ રહેલા અને નિરંતર છઠ્ઠતપ કરનારા સાધુઓને તિલોદક એટલે તલનું ધોવણ, y) તુષોદક એટલે ડાંગર આદિના તુષનું ધોવણ અને જવોદક એટલે જવના ધોવણનું પાણી એ ત્રણ પ્રકારનાં પાણી કહ્યું છે.
ચાતુર્માસ રહેલા નિરંતર અઠ્ઠમતપ કરનારા સાધુઓને આયામક-એટલે ઓસામણ સૌવિર E) એટલે કાંજીનું પાણી, શુધ્ધ વિકટ એટલે ગરમ પાણી એ ત્રણ પ્રકારનાં પાણી કલ્પ છે.
குருருருருருருருருருகு
૩૧૦
Jain Education international
For Personal & Private Use Only
www.by og