________________
કલ્પસૂત્ર B રાંધીને તેમાં ઝેર મેળવવાનો વિચાર કરી રહી હતી ત્યારે ત્યાં પહોંચી ગયા અને કુટુંબ સહિત કે વ્યાખ્યાન
મરી જવાની ક્રિયા અટકાવી ગુરુ વચન કહી સંભળાવ્યું. તેથી ઝેર ભેળવતાં તેણી અટકી ગઇ. બીજે જ દિવસે સવારમાં જ વહાણોમાં પુષ્કળ ધાન્ય આવી પડ્યું અને સર્વત્ર સુકાળ થઈ ગયો. પછી જિનદત્તે પોતાની સ્ત્રી તથા નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચારે પુત્રો સહિત દીક્ષા લીધી. એ ચારે પુત્ર મુનિઓના નામથી ચાર શાખાઓ થઇ. આર્યસિંહગિરિના શિષ્ય ) આર્યસમિતિથી બંભદીપિકા શાખા નીકળી છે. બ્રહ્મદ્વિીપમાં પાંચસો તાપસો રહેતા હતા. તેમાં એક તાપસ જમીન પર ચાલે તેમ પાણી ભરેલ નદી પરથી ચાલ્યો જઈ નગરમાંથી ભિક્ષા લેતો. લોકોમાં એવી વાત ચાલી કે આ તાપસ કેવો પ્રભાવશાળી છે. જૈનોમાં એવો કોઇ હાલ દેખાતો નથી. આ સાંભળી શ્રાવકોએ વજસ્વામીના મામા અને ગુરુભાઇ આર્યસમિતસૂરિને ત્યાં બોલાવ્યા, વિગત જાણી આર્યસમિતસૂરિએ કહ્યું, આ પ્રભાવ નથી પાદલપથી જ આમ કરાય છે. સૂરિના જ કહેવાથી નદી ઊતરી આવેલા તાપસને જમવાનું આમંત્રણ આપી જમાડવા માટે તાપસના પગ પાવડી સહિત સારી રીતે ધોઈ લેપન નષ્ટ કરી જમાડીને સાથે નદીએ આવ્યા. શ્રાવકાદિ જોતા હતા અને તાપસ નદીમાંથી જવા લાગ્યો પણ લેપ ધોવાઈ ગયેલ હતો તેથી ડૂબવા માંડયો. લોકોએ મશ્કરી કરવા માંડી ત્યારે ત્યાં આર્યસમિતસૂરિ પધાર્યા અને હાથમાંથી ચૂર્ણ નદીમાં નાખીને કહ્યું કે બેન્ના નદી મને સામે પાર જવા દે એટલું કહ્યાની સાથે જ નદીના બન્ને કાંઠા મળી ગયા સૂરિજી તરત સામે પાર ગયા, આથી લોકો ખૂબ પ્રભાવિત થયા. પછી સૂરિજી તાપસ ક આશ્રમમાં ગયા ત્યાં તાપસોને પ્રતિબોધી દીક્ષા આપીને શિષ્ય બનાવી સાથે લાવ્યા એ તાપસોથી ) બ્રભદીપિકા શાખા પ્રસિધ્ધ થઈ.
આર્યમહાગિરિ, આર્યસુહસ્તિ, આર્યગુણસુંદર, આર્યશ્યામ, આર્યસ્કંદિલ, આર્યદેવતિમિત્ર, આર્યધર્મ, આર્યભદ્રગુપ્ત, આર્યશ્રીગુપ્ત અને આર્યવજસ્વામી એ દશ દશપૂર્વીઓ યુગપ્રધાન મહાપુરુષો થઈ ગયા છે.
444444444
૩૦૨
in Education international
For Personal & Private Use Only