________________
કલ્પસૂત્ર લીધી. વજસ્વામી આઠ વર્ષના થયા ત્યારે પૂર્વ ભવના મિત્ર જાંભક દેવે સકરકોળાપાકની ભિક્ષા જી વ્યાખ્યાન
આપવા માંડી અનિમેષ દષ્ટિ જોઈ દેવપિંડ જાણી વજમુનિએ ભિક્ષા સ્વીકારી નહિ. આથી પ્રસન્ન થયેલા દેવે તેમને વૈક્રિયલબ્ધિ આપી. વળી કોઇવાર દેવોએ ઘેબર વહોરાવવા માંડેલ તેને પણ દેવપિંડ જાણીને ન લેનાર વજમુનિને તેમણે આકાશગામિની વિદ્યા આપી. પાટલીપુત્રના કિ ધનશ્રેષ્ઠીની રૂક્ષ્મણી નામની કન્યાએ સાધ્વીજીઓના મુખેથી ગવાતા વજસ્વામીના ગુણોને સાંભળ્યા ત્યારે કન્યાએ પરણું તો વજસ્વામીને પરણું, એવો નિર્ણય કર્યો, વજસ્વામી એ નગરમાં આવ્યા ત્યારે ધનશ્રેષ્ઠીએ એક ક્રોડની મિલ્કત સાથે કન્યા આપવા માંડી. પરંતુ વજસ્વામી મોહમાં ન પડ્યા અને કન્યાને પ્રતિબોધીને દીક્ષા આપી. કોઈ વખતે ભયંકર દુષ્કાળ પડવાથી શ્રીસંઘને પટવસ્ત્ર ઉપર બેસાડીને સુકાળવાળા પ્રદેશમાં લઈ ગયા, ત્યાંના બૌધ રાજાએ જૈનમંદિરોમાં ફુલોને લાવવાની સખ્ત મનાઈ કરી. પર્યુષણ પર્વ વખતે શ્રાવકોએ વજસ્વામીને એ બાબત વિનંતિ કરી તેથી આકાશગામિની વિદ્યાથી તેઓ માહેશ્વરીપુરીમાં પોતાના મિત્ર માળીને અને હિમવંત પર્વત પર જઇને શ્રીદેવીને એ વાત જણાવીને બૌધ રાજાના રાજ્યમાં જિનમંદિરો માટે પુષ્ય પૂજાની સ વ્યવસ્થા કરાવી અને ત્યાં દૈવિક મહોત્સવથી જૈન શાસનની પ્રભાવના કરાવી તેથી આશ્ચર્ય ચકિત થઈ રાજાએ પણ જૈન ધર્મ સ્વીકાર્યો અને તે વ્રતધારી શ્રાવક બન્યો. એક સમયે કફ નિવારણ માટે સૂંઠનો કકડો કાન પર ચડાવી રાખેલ હતો. વજસ્વામીને તે પ્રતિક્રમણ કરતી વખતે કાન પરથી પડી જતાં ખાવાનું ભૂલી ગયાની વાત યાદ આવી. પોતાના પ્રમાદ માટે દુ:ખ થયું અને મેં અલ્પ આયુષ્ય છે એમ જણાયું. પછી વજસેન નામના પોતાના શિષ્યોને કહ્યું કે, હવે બાર વર્ષનો ?
દુષ્કાળ પડવાનો છે. અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચોખામાંથી તને ભિક્ષા મળવાનો પ્રસંગ આવે (1) તેના બીજા જ દિવસે સુકાળ થવાનો છે. એ વાત ધ્યાનમાં રાખજે. એ રીતે કહી પોતાની સાથે !
રહેલા સાધુઓની સાથે રથાવર્ત પર્વત ઉપર ગયા અને ત્યાં અનશન કરી સ્વર્ગે ગયા. તે વખતે
ચોથું સંઘયણ અને દશ પૂર્વ વિચ્છેદ પામ્યાં. પછી બાર વર્ષનો દુકાળ થયો. એક વખતે વજસેન પE. મુનિ સોપારક નગરમાં જિનદત્ત શ્રાવકના ઘરે તેની ઇશ્વરી નામની સ્ત્રી, લક્ષ મૂલ્યવાળા ચોખાને રે ૩૦૧
44444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org