________________
વ્યાખ્યાન
st
કલ્પસૂત્ર ?
એ નીકળેલ છે તેની ચાર શાખાઓ અને ચાર કુળો થયાં છે. ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજ અને એ
મધ્યમિલા એ ચાર શાખાઓ અને બ્રહ્મલિત, વત્સલિત, વાણિજ્ય અને પ્રશ્નવાહન એ ચાર કુળો $ જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના શિષ્ય સુસ્થિત અને સુપ્રતિબધ્ધના પાંચ શિષ્યો પુત્રની જેમ ) પ્રસિદ્ધિને પામેલા હતાં. તેમના આર્ય ઇન્દ્રદિન, પ્રિયગ્રંથી, કાશ્યપગોત્રી વિદ્યાઘરગોપાલ, ઋષિદત્ત અને અદત્ત એ નામ હતાં. એ પાંચ શિષ્યોમાંથી એક પ્રિયગ્રંથિસૂરિનો પ્રસંગ કહીએ છીએ. અજમેર સમીપે કે
ગર હતું. ત્યાં સુભટપાલ નામે રાજા હતો. એક વખતે ત્યાં બ્રાહ્મણોએ યજ્ઞમાં બોકડાનું બલિદાન આપવાનો નિર્ણય કરેલ ત્યારે ત્યાં પ્રિયગ્રંથિસૂરિ આવેલા, એમણે શ્રાવકને મંત્રેલ વાસક્ષેપ આપી બોકડા ઉપર નાખવા જણાવ્યું. શ્રાવકે તેમ કર્યું તેથી તરત જ અંબિકાદેવીથી ૪ અધિષ્ઠિત થયેલ બોકડો આકાશમાં અધ્ધર રહી બોલવા લાગ્યો કે, “અરે બ્રાહ્મણો તમો મારી આહુતિ આપવા બાંધી લાવ્યા છો ? જો તમારા જેવો નિર્દય હું પણ થાઉં તો ક્ષણમાં તમને બધાને મારી શકે છે, પરંતુ મને મારો દયાધર્મ તેમ કરતાં અટકાવે છે, શ્રી કૃષ્ણે કહ્યું છે કે, “હે ભારત ! પશુના શરીરમાં જેટલા રૂંવાટા છે, તેટલા હજાર વર્ષો સુધી પશુનો ઘાત કરનાર નરકમાં રીબાય ?
છે, સુવર્ણના મેરુનું કે, સુવર્ણની આખી પૃથ્વીનું દાન એક જીવને આપેલ અભયદાનની બરાબરી શું કરી શકતું નથી. સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભયદાન આપનારના પુણ્યનો નાશ થતો 5 (5) નથી. લોકોએ પૂછયું તમો કોણ છો? બોકડાએ કહ્યું હું અગ્નિ છું, મારા વાહનરૂપ આ પશુનો - E. વધ શા માટે કરો છો ? તમો ધર્મ કમાવા ખાતર જ જો વધ કરતા હો તો, આ નગરમાં આવેલા કે પ્રિયગ્રંથિસૂરિ પાસે જઈ ધર્મ પૂછી તે પ્રમાણે ધર્મ કરો તો તમે સુખી થશો નહીં તો દુ:ખી થઈ
જશો, એ આચાર્ય અપ્રતિમ સત્યવાદી અને દયાળુ છે. બ્રાહ્મણો વગેરેએ પ્રિયગ્રંથિસૂરિ પાસે જઈ શું તેમણે કહેલ જૈન ધર્મ સ્વીકાર્યો અને સુખી થયા. :
૨૯૯
f444444444444444444
f4444444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.jainerary ang