________________
કલ્પસૂત્ર
શ્રી આર્યમહાગિરિના શિષ્ય ઉત્તર અને બલિસ્સહથી ઉત્તર બલિસ્સહ નામનો ગણ નીકળેલ છે તેની કૌશાંબિકા, સૌરિતિકા, કૌડંબિની અને ચંદનાગરી એ ચાર શાખાઓ કહેવાય છે. શ્રી આર્યસુહસ્તિસૂરિને પુત્રની જેમ પ્રસિદ્ધ થયેલા આ બાર શિષ્યો હતા. આર્યરોહણ, ભદ્રયશ, મેધગણી, કામધ્ધિ, સુસ્થિત, સુપ્રતિબધ્ધ, રક્ષિત, રોહગુપ્ત, ઋષિગુપ્ત, શ્રીગુપ્ત, બહ્મગણી ૐ અને સોમગણી. આર્યસુહસ્તિસૂરિના શિષ્ય કાશ્યપગોત્રી રોહણ મુનિથી ઉદેહગણ નામે ગણ નીકળ્યો છે. તેની ઉડુંબરિકા, માસપૂટિકા, મતિપત્રિકા અને પૂર્ણ પત્રિકા, એ ચાર શાખાઓ કહેવાઇ અને ગણના નાગભૂત, સોમભૂત, ઉલ્લગચ્છ, હસ્તલિમ, નંદિત્ય, અને પરિહાસક એ છ કુળો કહેવાયાં. આર્યસુહસ્તિસૂરિના હારિતગોત્રી શિષ્ય શ્રીગુપ્તથી ચારણ નામે ગણ નીકળેલ છે. તેની ચાર શાખાઓ અને સાત કુળ થયાં છે. હારિતમાલાગારી, સંકાસિકા, ગવેધુકા અને વજ્રનાગરી એ ચાર શાખાઓ અને વત્સલિપ્ત, પ્રીતિધર્મિક, હાલિત્ય, પુષ્પમિત્ર, માલિત્ય, આર્યવેટક અને કૃષ્ણસખ એ સાત કુળો જાણવાં. આર્યસુહસ્તિસૂરિના ભારદ્વાજગોત્રી શિષ્ય ભદ્રયશથી ઉડુવાડીય નામે ગણ નીકળેલ છે. તેની ચાર શાખાઓ અને ત્રણ કુળો થયાં છે. (F) મૈં ચંપિજિકા, ભદ્રાનિકા, કાકંદિકા અને મેઘલાર્જિકા, એ ચાર શાખાઓ અને ભદ્રયશિક, ભદ્રગુપ્તિક, અને યશોભદ્ર એ ત્રણ કુળ જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના કુંડિલગોત્રી કામર્થિ શિષ્યથી વેશવાટિક નામે ગણ નીકળેલ છે તેની ચાર શાખા અને ચાર કુળો થયાં છે. શ્રાવસ્તિકા, રાજ્યપાલિકા, અંતરાજિકા અને ક્ષેમલાજિકા એ ચાર શાખાઓ અને ગણિક, મેધિક, કામર્થિક, અને ઇન્દ્રપૂરક, ચાર કુળો જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના વાસિષ્ઠગોત્રી શિષ્ય ઋષિગુપ્ત કામંદિથી માણવ નામે ગણ નીકળેલ છે તેની ચાર શાખાઓ અને ત્રણ કુળો થયાં છે. કાસવર્જિકા, ગૌતમાર્જિકા, વાસિષ્ઠિકા, અને સૌરાષ્ઠિકા એ ચાર શાખાઓ અને ઋષિગુપ્ત, ઋષિદત્ત અને અભિજયંત, એ ત્રણ કુળો જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના શિષ્ય વ્યાધ્રાપત્યગોત્રવાળા અને કોટિક તથા કાકંદ તરીકે ઓળખાતા આર્યસુસ્થિત અને આર્યસુપ્રતિબધ્ધથી કોટિક નામે ગણ
குகுகு
F
Jain Education internatio
For Personal & Private Use Only
குகுகுகுகுகுகுகுகுகுகுகுகு
EE
વ્યાખ્યાન
૯
૨૯૮
www.jainslturary/cf