________________
કલ્પસૂત્ર
GEE
ભગવાન શ્રી મહાવીર પ્રભુના ઇન્દ્રભૂતિ આદિ અગિયારે ગણધરો દ્વાદશાંગીના જાણનારા હતા
એટલે આચારાંગ સૂત્રથી દ્રષ્ટિવાદ સુધીનાં બારે અંગના જાણ હતા તથા ચૌદ પૂર્વના જાણકાર ન હતા. દ્વાદશાંગીમાં ચૌદપૂર્વ તો આવી જાય છે પરંતુ વિશિષ્ટતા બતાવવા માટે ચૌદપૂર્વનો ઉલ્લેખ ૐ કરેલ છે, આ ચૌદપૂર્વો, વિદ્યા અને મંત્રોનો ખજાનો છે, વળી ગણધરો દ્વાદશાંગી રૂપ ગણિપિટકના ધારણ કરનારા હતા, એ અગિયારે ગણધરો રાજગૃહનગરમાં જલપાન વિનાનું એક માસનું અનશન કરી મોક્ષે ગયા છે. મહાવીર પ્રભુ મોક્ષે ગયા તે પછી ઇન્દ્રભૂતિ અને સુધર્મા એ બે ગણધરો મોક્ષે ગયા છે. બાકીના નવ ગણધરો તો પ્રભુ મોક્ષે ગયા તે પહેલાં મોક્ષે ગયા છે. હમણાં જે શ્રમણનિગ્રંથો વિચરી રહ્યા છે તે બધા આર્યસુધર્માસ્વામી ગણધરની ૐ શિષ્યપરંપરાના છે. સુધર્મા સિવાયના બાકીના બધા ગણધરો શિષ્યરૂપ સંતાન વિનાના એટલે પોતાના ગણો સુધર્મા ગણધરને સોંપીને મોક્ષે ગયા હતા. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કાશ્યપગોત્રના હતા. એ પ્રભુને અગ્નિવૈશ્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યસુધર્મા નામે શિષ્ય હતા એ પાંચમા ગણધર હતા, એઓના પિતા ધમ્મિલ બ્રાહ્મણ અને ભાિ બ્રાહ્મણી માતા હતાં. એ સુધર્મા ચૌદે વિદ્યાઓના પારગામી હતા, ચારે વેદના જાણકાર હતા, યજ્ઞાદિ કરાવતા હતા, પચાશ વર્ષ સુધી એ રીતે ગૃહસ્થ રહી વીરપ્રભુનાં વચનોથી સંશય નાશ પામવાથી, પ્રભુ પાસે દીક્ષા લઇ પાંચમા ગણધર થયા. ત્રીશ વર્ષ સુધી પ્રભુના ચરણોની સેવા કરી, પ્રભુ મોક્ષે ગયા પછી બારમે વર્ષે કેવળી થયા અને આઠ વર્ષ સુધી કેવળી તરીકે વિચરી જગત ઉપર ઉપકાર કરી પોતાની પાટે જંબૂસ્વામીને સ્થાપી સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા.
Jain Education International
સુધર્માસ્વામીના શિષ્ય કાશ્યપગોત્રી સ્થવિર આર્યજંબૂસ્વામી હતા, તેઓ રાજગૃહીના કોટયાધિપતિ, જૈનધર્માનુરાગી ઋષભદત્ત શેઠની પત્ની ધારિણી નામે શેઠાણીથી જન્મ પામેલ સૌભાગ્યશાળી સુપુત્ર હતા. એ જંબૂકુમાર જ્યારે સોળ વર્ષના થયા ત્યારે સુધર્માસ્વામી ગણધર ત્યાં પધારેલા, તેમની દેશના સાંભળવા તેમની પાસે ગયેલા, દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા
For Personal & Private Use Only
E
குகு
વ્યાખ્યાન
A
૨૮૫
www.jainerary.c1f1;