________________
કલ્પસૂત્ર
BBE55555555555555
શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૯
વ્યાખ્યાન સ્થવિરાવલી તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને નવગણો-ગચ્છો અને અગિયાર ગણધરો હતા.
અહીં શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે, “હે સ્વામિન્ ! આપ ક્યા હેતુથી એમ કહો છો કે, પ્રભુ શ 9) શ્રી મહાવીર દેવને નવગણો-ગચ્છો અને અગિયાર ગણધરો હતા? કારણ કે જેટલા ગણો ગચ્છો
હોય તેટલા ગણધરો હોય. ગુરૂ કહે છે કે શ્રી શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ગૌતમ ગોત્રી ઇન્દ્રભૂતિ પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. મધ્યમ શિષ્ય ગૌતમગોત્રી અગ્નિભૂતિ પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. તથા નાના શિષ્ય ગૌતમ ગોત્રી વાયુભૂતિ પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. ભારદ્વાજગોત્રી આર્યવ્યક્ત પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. અગ્નિવૈશ્યાયનગોત્રી આર્યસુધર્મા પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. વાસિષ્ઠ ગોત્રવાળા આર્યમંડિતપુત્ર સાડા ત્રણસો શ્રમણોને વાચના આપતા હતા. કાશ્યપગોત્રી આર્યમૌર્યપુત્ર સાડાત્રણસો શ્રમણોને વાચના આપતા હતા. ગૌતમ ગોત્રી આર્યઅકંપિત અને હારિતાયનગોત્રી આર્યઅચલભ્રાતા એ બન્ને આર્યસ્થવિરો સાથે મળીને ત્રણસો ત્રણસો શ્રમણોને વાચના આપતા હતા તથા કોડિન્યગોત્રી આર્યમેતાર્ય અને આર્યપ્રભાસ એ બન્ને સ્થવિરો ત્રણસો ત્રણસો શ્રમણોને સાથે મળીને વાચના આપતા હતા. એ કારણથી એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને નવગણ-ગચ્છ અને અગિયાર ગણધરો હતા. કારણ કે, અકંપિત
અને અચલબ્રાતાની એક જ વાચના હતી. એ રીતે મેતાર્ય અને પ્રભાસની પણ એક જ વાચના Fઈ હતી. એક વાચનાવાળા સાધુઓના સમુદાયને ગણ કહે છે એટલે છેલ્લા ચારના બેગણ અને પહેલા
સાતના સાતગણ થયા, એથી નવગણ અને અગિયાર ગણધર હતા, એમ કહેલ છે. શ્રમણ
14 4441
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang